શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 5 ફેબ્રુઆરી 2020 (11:41 IST)

67 એકર જમીન.. ટ્રસ્ટનુ નામ.. PM મોદીએ કર્યુ અયોધ્યા રામ મંદિર પ્લાનનુ એલાન

અયોધ્યામાં રામ મંદિર બનાવવાને લઈને મોદી સરકારે મોટો  નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કેન્દ્રીય કેબિનેટે બુધવારે રામ મંદિર ટ્રસ્ટ બનાવવાની મંજુરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં રામ મંદિર ટ્રસ્ટ બનાવવાનુ એલાન કર્યુ. આ ટ્રસ્ટનુ નામ શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર રાખવામાં આવ્યુ છે. લોકસભામાં પીએમે આ સાથે જ અયોધ્યામાં સરકાર દ્વારા કબજામાં કરેલ 67 એકર જમીન પણ ટ્રસ્ટને આપવાની વાત કરી. 
 
ગૃહમંત્રી અમિત શાહ આજે સંસદમાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની જાહેરાત કરશે. પીએમ મોદીએ કહ્યું કે, હું અહીંયા મારા દિલની નજીકના એક મામલા અંગે વાત કરવા માટે આવ્યો છું. જે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ વિશે છે. 9 નવેમ્બરે, જ્યાં હું કરતારપુર કોરિડોર માટે પંજાબમાં હતો, ત્યારે મેં રામ મંદિર અંગે ઐતિહાસિક નિર્ણય સાંભળ્યો હતો.
 
મોદીએ કહ્યું, સુપ્રીમ કોર્ટે રામ મંદિરના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન આપવાની વાત કહી હતી. આજે સવારે મંત્રિમંડળની બેઠકમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.  તેમણે કહ્યું,  રામ મંદિર માટે બનાવવામાં આવેલ ટ્રસ્ટનું નામ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર  હશે. આ સ્વતંત્ર હશે અને ભગવાન રામના જન્મસ્થાન પર એક વિશાળ મંદિર માટે તમામ નિર્ણય લેવામાં સક્ષમ હશે.