મંગળવાર, 7 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 14 નવેમ્બર 2021 (16:08 IST)

સંજય રાઉતે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

sajnay raut
ઉપરાંત રઝા એકેડેમી (Raza Academy) દ્વારા એક પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે સમુદાય બરબાદ થઈ રહ્યો છે. આ પછી હિંસાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ આરોપ ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ (Nitesh Rane) લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે રઝા એકેડમી મહા વિકાસ અઘાડીની પિલ્લુ છે.
 
હિંસાના વિરોધમાં મહારાષ્ટ્ર બંધને પગલે અમરાવતી, નાંદેડ અને માલેગાંવમાં હિંસા ફાટી નીકળી. ભાજપના નેતાઓનો આરોપ છે કે રઝા એકેડમીએ મહારાષ્ટ્રની જનતાને ઉશ્કેરી છે. આ આરોપ ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ લગાવ્યો છે. 
 
 શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) સવાલ ઉઠાવ્યો કે ત્રિપુરાની ઘટનાની અસર માત્ર મહારાષ્ટ્રમાં જ કેમ થઈ રહી છે ? યુપીમાં, મધ્યપ્રદેશમાં કેમ નહિ ? હરિયાણા, કર્ણાટક અને બિહારમાં કેમ નહિ ? હિન્દુઓ પરના અત્યાચારનો વિરોધ માત્ર મહારાષ્ટ્ર અને ત્રિપુરામાં (Tripura) જ કેમ દેખાય છે ?