સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 14 નવેમ્બર 2021 (14:49 IST)

Curfew- અમરાવતીમાં ચાર દિવસ કર્ફ્યુ

ત્રિપુરામાં હિંસાની અફવાને લઈને 2 સપ્તાહ બાદ શુક્રવારે મહારાષ્ટ્રમાં 3 શહેરો જેવા કે અમરાવતી, નાંદેડ અને માલેગાંવમાં હિંસા-આગચંપી આને તોડફોડ થઈ હતી. પોલીસ અને ઉપદ્રવીઓ વચ્ચે પણ ઝપાઝપી થઈ હતી. જેના વિરોધમાં ગઈકાલે શનિવારે ભાજપે અમરાવતીમાં બંધ રાખવામાં આવ્યો હતો. 
બંધ દરમિયાન દુકાનને ખુલ્લી જોઈને ભાજપ કાર્યકર્તાઓએ ત્યાં તોડફોડ શરૂ કરી દીધી હતી. ત્યાર પછી પોલીસે તેઓને રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને લાઠીચાર્જ પણ કર્યો હતો.