શનિવાર, 9 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 નવેમ્બર 2021 (13:27 IST)

રેપના આરોપીની ધરપકડના 30 દિવસમાં જ મળી ઉંમરકેદની સજા, 3 સંતાનોનો પિતા છે આરોપી

ગુજરાતમાં એક વિશેષ કોર્ટે આરોપીને ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં દોષી ગણતાં ઉમરકેદની સજા સભળાવી છે. સુરતની કોર્ટે બળાત્કારના આરોપીની ધરપકડ બાદ 30 દિવસની અંદર જ ઉંમરકેદની સજા સંભળાવી છે.  પીડિત પરિવારને ન્યાય અપાવવામાં માટે સુરત કોર્ટમાં રાત્રે 11 વાગ્યા સુધી હિયરિંગ થયું હતું. તા. 12-10-2021 નવરાત્રીના સમયે સચિન જીઆઇડીસીમાં ઝાડી ઝાંખરામાંથી એક બાળકી મળી આવી હતી. ઘટના બન્યાને એક જ મહિનામાં ચુકાદો આવી ગયો છે. 13 ઓકટોબરના રોજ 39 વર્ષના આરોપી અજય ઉર્ફે હનુમાન નિષાદ કેવટની પોલીસે ધરપકડ કરી હતી.
 
અજય નિષાદ પરિણત છે અને તે પોતે ત્રણ બાળકોનો પિતા છે. આરોપીએ 12 ઓક્ટોબરના રોજ માસૂમનું અપહરણ કર્યું હતું, જ્યારે સચિન જીઆઇડીસી ક્ષેત્રમાં પોતાના ઘર પાસે રમી રહી હતી અને પછી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે તલાશી દરમિયાન બાળકીને એક સુમસામ જગ્યા પરથી મળી હતી. 
 
આરોપી અજય નિષાદની ધરપકડના દસ દિવસની અંદર જ તેમના વિરૂદ્ધ પોલીસે આરોપ પત્ર દાખલ કરી હતી, જ્યારે કોર્ટે 25 ઓક્ટોબરથી શરૂ થયેલી સુનાવણીના પાંચ દિવસોમાં જ આરોપો નક્કી કર્યા અને કેસની દલીલોની સુનાવણી બાદ ચૂકાવો સમાપ્ત કરી દીધો હતો. 
 
સુરત સેશન્સ કોર્ટે પોક્સો કેસમાં કલમ પ્રમાણે 363 પ્રમાણે ગુન્હા સબબ સાત વર્ષની સાદી કેદ અને અને 1 હજારનો દંડ, ઇ.પી.કો.ક.307 ગુન્હા સબબ પાંચ વર્ષની સાદી કેદ અને હજારનો દંડ, ઇ.પી.કો.ક.323 ગુન્હા સબબ એક વર્ષની સાદી કેદ અને હજારનો દંડ,ઇ.પી.કો.ક.376-એ-બી ગુન્હા સબબ આજીવન અને એક લાખનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજા ફટકારવામાં આવી છે.