ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 નવેમ્બર 2021 (15:29 IST)

Kutch Rann- કચ્છની રણ સીમાએ પથરાશે સફેદ પ્રકાશ

ભારત અને પાકિસ્તાન બોર્ડરની ગુજરાત સરહદ પર લાગેલી સોડિયમ લાઇટોની રોશની હવે આવતા વર્ષે એલ.ઇ.ડી. લાઇટની ચાંદી જેવી રોશની જગમગતી દેખાશે. રાજસ્થાન પછી હવે ગુજરાતના કચ્છ સિરક્રિક વિસ્તારમાં પાકિસ્તાન સરહદ પર લાગેલી સોડિયમ લાઇટને હટાવીને એલ.ઇ.ડી. લાઇટ લગાવવાનું કામ શરૂ થઇ ગયું છે.
 
કચ્છ-ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદે લાઇટ બદલવાનું કામ ચાલુ થઇ ગયું છે. જેમ જેમ બજેટ આવતું જાય, તેમ તેમ કામગીરી આગળ ધપતી રહે છે