ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 14 નવેમ્બર 2021 (16:00 IST)

Khodaldham - ગુજરાતનું રાજકારણ ગરમાયું

આગામી વિધાનસભા ચૂંટણીને લઇ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.  તેઓએ ચૂંટણીને લઇ કહ્યું કે હજુ તો આપણે 2021માં છીએ. એટલે યોગ્ય સમયે હું આનો જવાબ આપીશ. દરેક પાર્ટી એનું કામ કરે છે સમાાજ એનુ કામ કરે છે.  
 
સૌરાષ્ટ્રના જસદણમાં પાટીદાર સમાજ એક મંચ થયો હતો. સામાજિક એક્યના ભાવ અને સમાજ ઉથ્થાનના સાથે નવી પેઢીમાં ગણતર સાથે ભણતરનો ભાવ પ્રકટે તેવી જ્યોત  માટે પાટીદાર સમાજ વરસોથી મહેનત કરી રહ્યો છે. જસદણમાં સમાજના વરિષ્ઠ આગેવાનો મંચસ્થ થયા હતા. ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજ કોની સાથે છે તે સમય બતાવશે. પાટીદાર યુવકોના આંદોલન વેળાની વાતને યાદ કરતા તેઓએ કહ્યું કે, પાટીદારો પર કરવામાં આવેલા કેસો હજુ સુધી   પરત ખેંચવામાં આવ્યા નથી અને તમામ   કેસો પરત ખેંચવામાં આવે તે માટે સરકારમાં રજુઆત કરવામાં આવશે.