સંબંધિત સમાચાર
- અમિત શાહને ઈમરજન્સી કોલ આવ્યો! મહારાષ્ટ્રની તમામ ચૂંટણી સભાઓ કેન્સલ કરી અને તરત જ દિલ્હી પહોંચ્યા
- મહારાષ્ટ્રના હિંગોલીમાં અમિત શાહના હેલિકોપ્ટરનું ચેકિંગ કરવામાં આવ્યું હતું
- Gujarat live news- અમદાવાદ સહિત આ શહેરોમાં યલો હીટ એલર્ટ, તાપમાન 40 થી 42 ડિગ્રી સુધી પહોંચશે
- Ind Vs NZ Final: ભારતીય ટીમની જીત માટે દેશભરમાં પ્રાર્થના, હવન અને આરતી, આજે ફાઈનલ મેચ ન્યુઝીલેન્ડ સામે છે.
- પંજાબના લુધિયાણામાં બહુમાળી ફેક્ટરી ધરાશાયી, એક વ્યક્તિનું મોત, NDRF બચાવ કામગીરીમાં વ્યસ્ત
સંસદમાં આજે સં આ પ્રસ્તાવો રજૂ કરવામાં આવશે
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ઘોષણા સંસદમાં રજૂ કરશે. મુખ્યમંત્રી એન. બિરેન સિંહે 9 ફેબ્રુઆરી 2025ના રોજ રાજીનામું આપ્યા બાદ 13 ફેબ્રુઆરી 2025ના રોજ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. મણિપુરમાં આ 11મી વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ઘોષણા સંસદમાં રજૂ થયા બાદ આ મુદ્દા પર ચર્ચા થવાની શક્યતા છે.
રાષ્ટ્રપતિ શાસન દરમિયાન, રાજ્યની વહીવટી સત્તાઓ રાજ્યપાલને સોંપવામાં આવે છે અને રાજ્યની વિધાનસભા સ્થગિત રહે છે. આ સમયગાળા દરમિયાન, રાજ્ય બિલ અને બજેટ દરખાસ્તો સંસદ દ્વારા પસાર કરવામાં આવે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સંસદમાં 2025-26 અને 2024-25ના બજેટ માટે અનુદાન માટેની મણિપુરની પૂરક માંગણીઓ રજૂ કરશે.
