સીએમ યોગી આદિત્યનાથ આજે પીએમ મોદીને મળશે. પીએમ મોદી અને સીએમ યોગીની આ મુલાકાત દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. તેમાંથી ત્રણ મુદ્દા મહત્વના છે. 9 માર્ચ, શનિવારે બપોરે 12 વાગ્યે સીએમ અને પીએમ વચ્ચે મુલાકાત થઈ શકે છે.
10:50 AM, 10th Mar
હોળીના તહેવારને લઈ રેલવે વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવે દ્વારા વધારાની ટ્રેનો દોડાવવામાં આવશે. અત્રે જણાવીએ કે, રોજની વધારાની 50 હોલીડે ટ્રેનો દોડાવવામાં આવશે.
Weather news- હવામાન વિભાગે 10 માર્ચથી રાજ્યના 13 જિલ્લામાં ગરમીનું મોજું આવવાની આગાહી કરી છે. હવે રાજ્યમાં ઉનાળો પોતાનો અસલી રંગ બતાવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક સુધી ગરમી ખૂબ જ તીવ્ર રહેશે. આ સાથે IMDએ ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરી છે. આ સાથે જ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ ગરમીની આગાહી કરવામાં આવી છે. જોકે, કેટલાક જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.
America Attack On Hindu Temple:અમેરિકામાં મંદિર પર થયેલા હુમલાને લઈને મોદી સરકાર કડક, કહ્યું- દોષિતો સામે કાર્યવાહી કરો
તાજેતરમાં અમેરિકામાં એક હિન્દુ મંદિર પર હુમલો થયો હતો. આ દરમિયાન મંદિરની દિવાલ પર ભારત વિરોધી મેસેજ લખવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકામાં આ ઘટના બીજી વખત જોવા મળી છે. BAPS પબ્લિક અફેર્સે પણ તેની નિંદા કરી હતી. હવે આ ઘટનાને લઈને વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.
મંદિરમાં તોડફોડની નિંદા
ભારતે રવિવાર 9 માર્ચ 2025 ના રોજ કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં એક હિંદુ મંદિરની અપવિત્રતાની ઘટનાની સખત નિંદા કરી અને તેમાં સામેલ લોકો સામે કડક પગલાં લેવાની માંગ કરી. આ ઘટનાને ધ્યાનમાં રાખીને, ભારતે પૂજા સ્થાનોને પૂરતી સુરક્ષા આપવાનું કહ્યું હતું.