સંબંધિત સમાચાર
- અજમેરમાં મોટી દુર્ઘટના: મુસાફરોથી ભરેલી બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી
- ડ્રાઈવરની ઝપકીએ 3 જીંદગીઓનો લીધો ભોગ, કોટામાં સ્લીપર બસ પલટી, અમદાવાદથી જઈ રહી હતી ભિંડ, 35 મુસાફરો ઘાયલ
- આંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માત: બસમાં આગ લાગતાં 10 મુસાફરો જીવતા બળી ગયા, ચીસો ગુંજી ઉઠી
- બાંગ્લાદેશમાં મુસાફરોથી ભરેલી બસ પદ્મ નદીમાં ખાબકી, 23 લોકોના મોત થયા. અકસ્માતનો વીડિયો ધ્રુજાવી દેશે
- કરૌલ બાગ ભયાનક અકસ્માત: ડબલ ડેકર બસ પલટી, 5 લોકોના મોત
જમ્મુ કાશ્મીર - ઉઘમપુરના રામનગર વિસ્તારમાં બસ દુર્ઘટના, 15 લોકોના મોત
Udhampur bus accident
જમ્મુ-કાશ્મીરના ઉઘમપુર જીલ્લાના રામનગર કઘોટ વિસ્તારમાં એક પેસેંજર બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ દુર્ઘટનામાં 15 લોકોના મોતના સમાચાર છે. બીજી બાજુ અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે વહીવટી ટીમ પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત થયો ત્યારે બસ રામનગરથી ઉધમપુર જઈ રહી હતી. હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે વિગતવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
#WATCH | Udhampur, Jammu and Kashmir: A bus met with an accident in the village Kanote, Udhampur.
— ANI (@ANI) April 20, 2026
10 people have died, and a rescue operation is underway. The injured have been shifted to the government hospital in Udhampur: J&K Police pic.twitter.com/iqEcoxg2F6
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ ઘટના વિશે માહિતી શેર કરી. તેમણે લખ્યું, "ઉધમપુરના ડીસી મિંગા શેરપા સાથે હમણાં જ વાત કરી. મને ખબર પડી કે એક કલાક કરતા પણ ઓછા સમય પહેલા કનોટ ગામમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રામનગરથી ઉધમપુર જતી જાહેર પરિવહન બસનો સમાવેશ થાય છે.
Just now spoke to DC Udhampur, Sh Minga Sherpa after learning about a tragic road accident, less than an hour ago, at village Kanote, involving a public transport bus on way from Ramnagar to Udhampur .
— Dr Jitendra Singh (@DrJitendraSingh) April 20, 2026
The rescue operation has been immediately undertaken. Heavy casualties…
બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. અનેક જાનહાનિ થવાની આશંકા છે. શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવશે. ગંભીર રીતે ઘાયલોને એરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
હું સ્થાનિક વહીવટીતંત્ર તેમજ રાજિન્દર શર્માના નેતૃત્વમાં અમારી સ્થાનિક કાર્યકરોની ટીમ સાથે સતત સંપર્કમાં છું.
