1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

આમલેટ પરોઠા

આમલેટ
સામગ્રી - 500 ગ્રામ મેંદો, 4-5 ઈંડા, 1 ચમચી મરીનો પાઉડર, મીઠુ સ્વાદ મુજબ, 1 કપ ધી.

બનાવવાની રીત - મેંદાને ચાળી ઘી અને મીઠું નાખી ગૂંઠી લો. આના મધ્યમ આકારના લૂંઆ બનાવી લો. આ લૂંઆના ત્રિકોણાકાર પરાઠા બનાવી તેને સેંકો,

જ્યારે સેંકી રહ્યા હોય તે જ સમયે એક ઈંડું ફોડીને તવા પર પરાઠાંના કિનારે-કિનારે નાખો. સાથે જ મીઠુ અને કાળા મરી પરાઠાની ઉપર ભભરાવો . તૈયાર સ્વાદિષ્ટ પરાઠા સોસની સાથે ગરમા ગરમ સર્વ કરો.

આ પરાઠા ઘણા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે, બાળકો પણ આને પસંદ કરે છે. પરાઠા પર માખણ કે જેમ લગાવીને પણ બાળકોને આપી શકાય છે
About Writer
વેબ દુનિયા