1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

ઈંડા મીટ

વાનગી
W.D
સામગ્રી - 250 ગ્રામ કાપેલુ મટન અથવા ખીમો, 4 ઈંડા 2 ડુંગળી, 3 લસણની કળી, 1 ટામેટુ, 1 ઈંચ આદુ, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ઘાણાજીરુ, 1 ચમચી લાલ મરચું, 2 ચમચી ઘી કે માખણ,સ્વાદ મુજબ મીઠુ.

બનાવવાની રીત - ડુંગળી, ટામેટા, આદુ અને લસણને કાપીને મૂકી દો. હવે તવા પર તેલને ગરમ કરો અને તેમાં ડુંગળી, આદુ અને લસણ નાખો તેમજ સાઘારણ ગુલાબી થતા સુધી સેકો.

આમા ખીમો હળદર, મરચુ, ધાણા અને ઘી નાખો અને બફાવા દો. પાણી સૂકાય જાય ત્યારે તેમા ટામેટા અને ઈંડા ફોડીને નાખો. હવે તેને હલાવ્યા વગર થવા દો. જેથી કરીને મટન પર ઈંડાનુ એક પડ ચઢી જાય. હવે આને ગરમા ગરમ રોટલી કે ડોસા સાથે પીરસો.
About Writer
વેબ દુનિયા