કેનેડામાં ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ, 140 મિલિયન ડોલરના નાર્કોટિક્સ જપ્ત
કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં પોલીસ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓએ સંગઠિત માદક દ્રવ્યોની હેરફેર સામે ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન હાથ ધર્યું છે. પ્રોજેક્ટ બે નામના ગુપ્ત ઓપરેશન હેઠળ, પોલીસે સરહદ પારથી મોટા પાયે દાણચોરીના નેટવર્કને તોડી પાડ્યું. સંયુક્ત ઓપરેશનના પરિણામે આશરે $140 મિલિયન (ભારતીય ચલણમાં આશરે રૂ. 1,100 કરોડથી વધુ) મૂલ્યના માદક દ્રવ્યો, અત્યાધુનિક શસ્ત્રો અને રોકડ જપ્ત કરવામાં આવી.
આ સૌથી મોટા ઓપરેશનમાં કોકેન, અફીણ અને અન્ય માદક દ્રવ્યો સહિત 1.7 ટન ગેરકાયદેસર ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે. 21 થી વધુ શંકાસ્પદો પર સરહદ પારથી દાણચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે અને આ ગંભીર ગુના માટે ટ્રાયલનો સામનો કરવો પડશે. આમાંથી ઓગણીસ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે હજુ પણ ફરાર છે.
21 આરોપીઓમાંથી 13 દક્ષિણ એશિયન મૂળના છે, જેમાં કેટલાક ભારતીય નામો ધરાવે છે. ધરપકડ કરાયેલા શકમંદોમાં નવપ્રીત સિંહ, હનીન્દરપાલ ગ્રેવાલ, ગગનદીપ થિંડલ, સિમરનજીત સિંહ, કંવરપાલ કુલાર, જતિન્દરપાલ સિંહ, જસવિંદર સોહી, તેજવિંદર સંધુ, હરવિંદર સંધુ અને અન્યનો સમાવેશ થાય છે.
