1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

એગ ટોસ્ટ

મીઠાઈ
સામગ્રી - 2 ઈંડા, 2 સ્લાઈસ ડબલ રોટી, સ્વાદ મુજબ મીઠુ અને કાળા મરી, તેલ, લીલા ઘાણા, ટામેટાનો સોસ.

બનાવવાની રીત - ડબલ રોટીના નાના-નાના ટુકડા કરી લો. હવે કડાહીમાં તેલ ગરમ કરો અને ડબલ રોટીના ટુકડાને બ્રાઉન થતા સુધી તળો.

હવે તેને કોઈ પેપર પર કાઢો, જેથી વધારાનુ તેલ શોષી લે. હવે એક બાઉલમાં ઈંડા ફોડીને નાખી દો અને મીઠુ, કાળા મરી નાખીને ફેંટી લો. હવે તવા પર તેલ ગરમ કરો અને તેમા ઈડાનુ મિશ્રણ નાખો અને હલાવો.

થોડીવાર પછી તેને ઉતારી લો અને તળેલા બ્રેડના ટુકડાને ઈંડાના મિશ્રણ પર એક-એક કરીને ફેલાવો અને ધાણાથી સજાવીને પીરસો.