બટર ચિકન
|
બનાવવાની રીત - સૌથી પહેલા તંદુરી મરઘીના નાના નાના ટુકડા કરી લો. કઢાઈમાં અડધુ માખણ ગરમ કરો. તેમા વાટેલુ આદુ-લસણનુ પેસ્ટ અને લીલા મરચા નાખીને 1 મિનિટ સુધી ચલાવો. હવે મરઘીના ટુકડાને ભૂરા થતા સુધી તળો અને તેને જુદા મૂકી દો.
બાકી બચેલુ માખણ કઢાઈમાં નાખેને ગરમ કરીને ટામેટા પ્યુરી, ગરમ મસાલો, લાલ મરચુ, ધાણાજીરુ અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરી દો. હવે તેમા થોડુ થોડુ કરીને પાણી મિક્સ કરો જેથી ગ્રેવી ઘટ્ટ થઈ જાય.
ફૂલ તાપ પર એક ઉકાળો આવવા દો. ગેસ ધીમો કરીને મરઘીના ટુકડા મિક્સ કરી દો. તેને એકદમ હલકા હાથે મિક્સ કરો જેથી મસાલો સારી રીતે ટુકડાને લાગી જાય. 1/2 કપ ક્રીમ મિક્સ કરી 10 મિનિટ સુધી ધીમા તાપ પર પકવો અને ધાણા અને બાકી ક્રીમથી સજાવીને ગરમા ગરમ પીરસો.
બજારમાં દિવસભર ઉતાર-ચઢાવની શક્યતા.