1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

રોહુ માછલી

માંસાહારી
W.D
સામગ્રી - 100 ગ્રામ રોહુ માછલી, 1/4 મોટી ચમચી હળદર પાવડર, થોડુ મીઠુ, તળવા સરસિયાનુ તેલ. 1-2 કઢી લીમડાના પાન, 1/4 ચમચી ખાંડ, 1 નાની ડુંગળીનુ પેસ્ટ, 1/2 ચમચી આદુનુ પેસ્ટ, 1/4 ચમચી હળદરનુ પેસ્ટ, 1/2 ચમચી ગરમ મસાલાનુ પેસ્ટ. ઝીણા સમારેલા ધાણા.

બનાવવાની રીત - માછલીને મોટા મોટા ટુકડામાં કાપી લો. હવે આના પર મીઠુ હળદર લગાવીને થોડી વાર સુધી મૂકી રાખો.

તેલને સારી રીતે ગરમ કરી તેમા માછલીના ટુકડાને બદામી થતા સુધી તળો. કડાહીમાં 2-3 ચમચી તેલ લઈને તેમાં કઢી લીમડો અને ડુંગળીનુ પેસ્ટ નાખીને બદામી થતા સુધી સેકો અને પછી આદુ, હળદરનુ પેસ્ટ ભેળવીને બફાવા દો.

હવે તેમા 2 કપ પાણી નાખીને મીઠુ નાખો. સારી રીતે ઉકળ્યા પછી તેમા માછલીના ટુકડા નાખીને ગરમ મસાલાનું પેસ્ટ નાખીને ફરીથી 3-4 મિનિટ સુધી બફાવા દો અને સમારેલા ધાણા નાખીને સજાવો.
About Writer
વેબ દુનિયા