સંબંધિત સમાચાર
- વધુ મોંધા થવાના છે શાકભાજીના ભાવ -શાક-ફળની કીમત સાતમા આસમાને
- Kartik Month 2021: દાન પુણ્યનો મહિનો છે કારતક, આ મહિને જરૂર કરો આ 4 કામ
- સિરમના CEO અદાર પુનાવાલાનું મહત્વનું નિવેદન, ફેબ્રુઆરી સુધીમાં 2-3 વર્ષના બાળકોની વેક્સિનને મંજૂરીની સંભાવના
- Rajkot News - પુત્રવધુના ત્રાસથી કંટાળી માતા-પુત્રએ ફિનાઈલ પીધુ
- દિવાળીને લઇ ST નિગમનો એક્શન પ્લાન, વધારાની બસો દોડાવાશે, ભાડામાં નહી કરે કોઈ વધારો
ભારતભરમાં રસીના 100 કરોડ ડોઝ લગાવવાની સફળતા બાદ ગુજરાતમાં વિવિધ રીતે ઉજવણી
ભારતમાં કોરોના મહામારી સામે સુરક્ષા કવચ સમાન રસીકરણના મહાઅભિયાન અંતર્ગત 100 કરોડ ડોઝનું લક્ષ્ય પાર પડ્યું. આ સિદ્ધિને ધ્યાનમાં રાખીને દેશભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં ગુજરાત રાજ્યમાં રસીના 100 કરોડ ડોઝ લગાવાયાની સિદ્ધિને ધ્યાનમાં રાખીને વિવિધ ઓફર્સ રજૂ કરવામાં આવી તો અનેક સ્થળે કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું.
ગુજરાતમાં આ સંદર્ભે જૂનાગઢ, પાવાગઢ, હાલોલ તથા અંબાજીમાં ફુલી વેક્સિનેટેડ લોકો માટે ખાસ ઓફર રજૂ કરાઈ છે. જેમાં લોકોને રોપવેમાં મફત સવારીની તક મળશે. જ્યારે ગુજરાતના અમદાવાદના મણીનગરમાં પીએમબીજેપી સ્ટોર દ્વારા ફુલી વેક્સિનેટેડ લોકોને મફત મેડિકલ કિટ આપવામાં આવી તો કોરોના વોરિયર્સ કે જેમણે 100 કરોડ ડોઝ લગાવવામાં મદદ કરી તેમના સન્માનમાં દીપક સાથે રંગોળી ભેટ આપવામાં આવશે.
આમ, સુરતની વાત કરીએ તો અહીં ગોપીનાથ સોસાયટી, મોટા વરાછામાં ફુલી વેક્સિનેટેડ હોય એવા પ્રથમ 100 લોકોને મફત લોચો ડિશ આપવામાં આવશે. જ્યારે ગાંધીનગરના અડાલજમાં એએસઆઈ સ્મારક વાવને રોશનીથી શણગારવામાં આવશે. આસ્ટોડિયા ગેટ સ્મારક, ત્રણ દરવાજા, કોટાડાની સાઈટ, મોઢેરાના સૂર્ય મંદિરને રોશનીથી શણગારવામાં આવશે તો પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ પર પણ રોશની કરવામાં આવશે.
આશાવર્કર બહેનો અને ફીમેલ-મેલ હેલ્થર વર્કરોએ ગગનમાં ૧૦૦ ફુગ્ગા ઉડાડીને તો આરોગ્યવ કેન્દ્રોમાં રંગોલી પૂરીને પોતાની ખુશહાલી વ્ય કત કરી હતી. મહીસાગર જિલ્લાગમાં ૧૮ વર્ષથી ઉપરના તમામ નાગરિકોમાં પાત્રતા ધરાવતા ૮૧૪૫૨૪ નાગરિકો પૈકી ૮૧૫૪૭૦ નાગરિકોને પ્રથમ ડોઝની રસી આપી દેવામાં આવતાં મહીસાગર જિલ્લા એ પ્રથમ ડોઝની કામગીરીમાં સો ટકા કામગીરી પૂર્ણ કરીને સમગ્ર રાજયમાં પ્રથમ પાંચમાં સ્થારન હાંસલ કર્યું છે. જયારે બીજો ડોઝ મૂકાવવાની પાત્રતા ધરાવતા ૪૫૫૭૯૮ નાગરિકો પૈકી ૪૪૬૪૮૩ નાગરિકોને રસી આપી દેવામાં આવી છે. આમ પ્રથમ અને બીજો ડોઝ કે બંને મળીને કુલ ૧૨૬૧૯૫૩ નાગરિકોને રસી આપવામાં આવી હોવાની વિગતો આપી જિલ્લાાએ બીજા ડોઝમાં પણ ૫૫ (પંચાવન) ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરી હોવાનું જણાવ્યું છે.
