સંબંધિત સમાચાર
- ગુજરાતમાં કોવિડ-19 વાઇરસના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ બાદ કપ્પા વેરિયન્ટનો પણ પ્રવેશ થયો, 3 કેસ મળી આવ્યા
- વડોદરાના વારસિયા વિસ્તારમાં બે સમલૈંગિક સંબંધ ધરાવતા યુવક અને સગીર સેક્સ કરવા ગયા અને દીવાલ તૂટતા નીચે પટકાયા
- મહિને 6.50 કરોડ લોકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા, 47થી વધુ દેશોમાં ભક્તો ઓનલાઈન દર્શન કરે છે
- Guru Purnima 2021: આજે ગુરૂ પૂર્ણિમા, સવારે 09 વાગ્યાથી રાહુકાળ, આ 5 મુહૂર્તમાં ભૂલથી પણ ન કરશો પૂજા-પાઠ
- કેશુભાઈ પટેલ જન્મ જયંતિ વિશેષ: રાજકોટ સુધરાઈથી ગુજરાતના મુખ્ય મંત્રી બનવા સુધીની સફર
આજે સવારના 9 વાગ્યા બાદ ધોરણ 10ની ઓરિજિનલ માર્કશીટ આપવામાં આવશે.
આજથી ધો.૧૦ની પરીક્ષાના પરિણામનું વિતરણ તાલુકા કક્ષાએ રાખવામાં આવ્યું છે. આથી જિલ્લાની માધ્યમિક શાળા જેવી કે, વિનય મંદિર-ભેંસાણ, સરકારી હાઇસ્કુલ-વિસાવદર, જી.પી.હાઇસ્કુલ-મેંદરડા, કે.કા.શાસ્ત્રી વિદ્યાલય-માંગરોળ, સરકારી હાઇસ્કુલ-કેશોદ, વિવેકાનંદ હાઇસ્કુલ-વંથલી, સરકારી હાઇસ્કુલ-માણાવદર અને જૂનાગઢ શહેર/ગ્રામ માટે સરકારી ગલર્સ હાઇસ્કુલ આઝાદ ચોક જૂનાગઢ ખાતેથી પરીણામનું વિતરણ કરવામાં આવશે.
જિલ્લાની તમામ શાળાઓએ તેમના વિતરણ કેન્દ્રો ખાતેથી તા.૨૪ જુલાઇ-૨૦૨૧ને શનિવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન મેળવી લેવા જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.
આ તાલુકા વિતરણ કેન્દ્ર પરથી ફક્ત શાળાના આચાર્ય/શિક્ષકો/કલાર્કને તેની શાળાનો અધિકાર પત્ર આપવાથી પોતાની શાળાનું પરિણામ મેળવી શકશે. આ પરિણામ મેળવ્યા બાદ શાળાઓએ વેરીફાય કરી પોતાના વિદ્યાર્થીઓને તાજેતરની પરિસ્થિતીને અનુરૂપ કોરોના બાબતે સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇનનું ચુસ્ત રીતે પાલન કરીને વિદ્યાર્થીઓને આ ગુણપત્ર વિતરણ કરવાનું રહેશે.
