મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 જુલાઈ 2021 (09:36 IST)

વડોદરાના વારસિયા વિસ્તારમાં બે સમલૈંગિક સંબંધ ધરાવતા યુવક અને સગીર સેક્સ કરવા ગયા અને દીવાલ તૂટતા નીચે પટકાયા

વારસિયામાં સપ્તાહ પૂર્વે નિર્માણાધીન સાઈટ નીચેથી ઈજાગ્રસ્ત યુવક મળવાની ઘટનામાં ચોંકાવનારી બાબત સામે આવી છે. વિસ્તારમાં રહેતા સગીર સાથે શારીરિક સંબંધ બાંધતી વેળાએ બંને ત્રીજા માળેથી પટકાયા હતા. યુવક અને સગીર વચ્ચે સમલૈંગિક સંબંધ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. વારસિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વારસિયામાં નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈટ નીચે ગત રવિવારે 22 વર્ષનો યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મળતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પરિવારજનોએ યુવકની પૂછપરછ કરતાં તેણે સગીર સાથે ઇમારતના ત્રીજા માળે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સમયે દીવાલ તૂટી પડતાં બંને ત્રીજા માળેથી પટકાયા હતા. જોકે નીચે રેતી હોવાથી બંનેને સામાન્ય ઇજા થઈ હતી. ત્યારબાદ સગીર અને યુવકના પરિવારો વચ્ચે સમાધાન માટેની વાત થઈ હતી. જોકે સમાધાન પડી ભાંગતાં યુવકના પરિવારે વારસિયા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે યુવકના પરિવારની અરજી લઈ કિશોર સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ બંને વચ્ચે 2 વર્ષથી સમલૈંગિક સંબંધ હોવાનું અને અવાર-નવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સપાટી પર આવ્યું છે. નવા જુવેનાઇલ કાયદા હેઠળ સગીરને જુવેનાઇલ જસ્ટિસ સામે રજૂ કરવા કાર્યવાહી હાથ ધરાશે.