સંબંધિત સમાચાર
- ગાંધીનગર જિલ્લામાં ઝાડા-ઊલટી થતાં 13 કલાકમાં જ પિતા અને પછી 3 વર્ષના પુત્રનું મોત
- Garba Guidline in Gujarat- ગરબા રમવા માટે રસીના બન્ને ડોઝ ફરજિયાત, 400ની મર્યાદા સાથે રસી પણ જરૂરી
- સુરતમાં વેક્સિનનો પ્રથમ ડોઝ 100 ટકા લોકોને અપાયો, રાજ્યના અન્ય મોટો શહેરો કરતા પહેલા ટાર્ગેટ એચિવ્ડ કર્યો
- રામાયણ સિરિયલમાં રાવણનો રોલ અદા કરનાર લંકેશ તરીકે પ્રસિદ્ધ અરવિંદ ત્રિવેદીનુ અવસાન, મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા
- આખા ગુજરાતનું પરિણામ જોઈને લાગે છે કે માત્ર કોંગ્રેસ એક માત્ર ભાજપનો મજબૂત વિકલ્પ
ગાંધીનગરમાં ભાજપની જીતનાં 5 સૌથી મોટાં કારણો જેમાં સૌથી વધુ નો-રિપીટ થિયરી ફરી ભાજપને ફળી
ગાંધીનગર મહાનગરપાલિકાની રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીનાં પરિણામો મંગળવારે બહાર આવ્યાં, જેમાં પાલિકાની કુલ 44 બેઠકોમાંથી ભાજપને 41 બેઠકોની જંગી બહુમતીથી ભવ્ય જીત મળી છે, જેની સામે કોંગ્રેસને માત્ર 2 અને આપને 1 બેઠક પ્રાપ્ત થઇ છે. અગાઉની બે ટર્મની ચૂંટણી દરમિયાન ભાજપને બહુમતી મળી ન હતી, પણ દસ વર્ષના ઇતિહાસમાં આ વખતે ભાજપને કુલ બેઠકોની 93 ટકા જેટલી બેઠકો મળી છે, જે ઐતિહાસિક જીત છે.ભાજપે નો-રિપીટ થિયરીનો સહારો લીધો. ગાંધીનગરમાં મેયર સહિતના તમામ ચૂંટાયેલા ઉમેદવારોને પડતા મૂકી તમામ નવા ચહેરાને ઉતાર્યા, જેથી કાર્યકર્તાઓ ઉત્સાહિત થયા.ભાજપનું સંગઠન માઇક્રો પ્લાનિંગથી કામ કરે છે. ચૂંટણી જાહેર થયા પહેલાં જ આ કામ ભાજપ શરૂ કરે છે, એમાં દરેક મતદાતા પરિવારની પ્રોફાઇલ અને રાજકીય વલણનો તેમને અંદાજ આવી જાય છે.જૂની રાજ્ય સરકાર સામે પ્રવર્તતી નારાજગી પણ લોકોમાં હતી. આ ચૂંટણી પહેલાં જ ભાજપે સીએમ સહિતના મંત્રીમંડળને સ્થાને નવી સરકાર બનાવી, જેથી એન્ટી ઇન્કમ્બન્સીનો છેદ ઊડ્યો.ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓની વસતિ છે. ચૂંટણી જાહેર થઇ એના માત્ર બે કલાક પહેલાં જ રાજ્ય સરકારે તેમના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરી કર્મચારીઓને ખુશ કર્યા.નવું સીમાંકન ભાજપને સૌથી વધુ ફાયદો કરાવી ગયું. આસપાસના પાટીદાર સમાજનું પ્રભુત્વ ધરાવતાં ગામો હવે મનપાનો પાલિકાનો ભાગ બન્યાં. તેઓ ભાજપતરફી ઝોક અપનાવે છે.
