1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat Bulldozer Action in Patan

પાટણમાં ગુંડાઓનું સામ્રાજ્ય જમીનદોસ્ત: પોલીસ પર પથ્થરમારો કરનારા ભાવેશ રબારીના ફાર્મહાઉસ પર ફરી વળ્યું 'ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર'

Gujarat Bulldozer Action in Patan
Gujarat Bulldozer Action in Patan

ગુજરાતના પાટણ જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ વાળી સરકાર દ્વારા ગુનેગારો સામે લાલ આંખ કરવામાં આવી છે. ચાણસ્માના ઝીલિયા ગામમાં પોલીસના 112 વાહન પર થયેલા પથ્થરમારાની ઘટનાને સરકારે ગંભીરતાથી લીધી છે. કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકનારા તત્વોને પાઠ ભણાવવા માટે વહીવટીતંત્રે કમર કસી છે અને ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવાનું ઓપરેશન શરૂ કરી દીધું છે.
 
'રામધની એસ્ટેટ' અને 'મસ્તાની ગેંગ'નું સામ્રાજ્ય જમીનદોસ્ત
 
ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામમાં 'સ્ટેટ ઓફ રામાધણી' તરીકે ઓળખાતા એક વૈભવી ફાર્મહાઉસને પોલીસ અને વહીવટીતંત્રે જમીનદોસ્ત કરી નાખ્યું છે. આ ફાર્મહાઉસ "મસ્તાની ગેંગ" ના લીડર ગણાતા ભાવેશ રબારી ઉર્ફે ઝીલિયાનું હોવાનું સામે આવ્યું છે. પાટણ એસપી વસંત ખોડીદાસ નાયીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.
 
સરકારી ગોચર જમીન પર ખડકાયેલું 28 લાખનું દબાણ દૂર
 
તપાસમાં બહાર આવ્યું છે કે, ભાવેશ રબારીએ સરકારી ગોચરની સર્વે નંબર 166 હેઠળની અંદાજે 7,700  ચોરસ મીટર જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. આ જમીન પર તેણે બે માળનું આલીશાન મકાન, બગીચો, પેવર બ્લોક રોડ અને મોટો વરંડો બનાવ્યો હતો. તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલા આ માળખાની અંદાજિત કિંમત 28 લાખ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે, જોકે સ્થાનિકોના મતે આ ખર્ચ ઘણો વધારે હતો.
 
આરોપી ભાવેશ રબારીનો ગુનાહિત ઇતિહાસ
 
બુલડોઝર કાર્યવાહીની સાથે જ આરોપી ભાવેશ રબારીની કુંડળી પણ સામે આવી છે. તેની સામે ખંડણી, મારામારી અને દારૂની તસ્કરી સહિતના 20 થી વધુ ગંભીર ગુનાઓ પાટણ અને આસપાસના જિલ્લાઓમાં નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ફાર્મહાઉસનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓના આયોજન અને દારૂના તસ્કરો માટેના અડ્ડા તરીકે કરવામાં આવતો હતો, જે હવે સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાયો છે.
 
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો સ્પષ્ટ સંદેશ
 
રાજ્યના ગૃહ વિભાગની જવાબદારી સંભાળતા હર્ષ સંઘવીએ આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુજરાતમાં કાયદો હાથમાં લેનારાઓને બક્ષવામાં આવશે નહીં. પોલીસ વાહન પર પથ્થરમારો એ સીધો કાયદાનો અનાદર હતો, જેનો જવાબ બુલડોઝરની કડક કાર્યવાહી દ્વારા આપવામાં આવ્યો છે. સરકારનો સંકલ્પ છે કે સામાન્ય જનતાની શાંતિમાં ખલેલ પહોંચાડનારા ગુંડા તત્વોનું નામોનિશાન મિટાવી દેવામાં આવશે.
ये भी पढ़ें
માર્ચમાં ડિસેમ્બર જેવી ઠંડી અને ધુમ્મસ? 15 રાજ્યોમાં વાવાઝોડા, વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી.