સંબંધિત સમાચાર
- ગુજરાત કોરોના અપડેટ: 24 કલાકમાં નોંધાયા 352 નવા કેસ, માત્ર 4 લોકોના મોત
- ગુજરાત કોરોના અપડેટ: 24 કલાકમાં નોંધાયા 405 નવા કેસ, માત્ર 6 લોકોના મોત
- ગુજરાતે કોરોના પર મેળવ્યો કંટ્રોલ, આજે માત્ર 644 નવા કેસ, આજે 2 લાખથી વધુ લોકો કરાયું રસીકરણ
- ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ગાયબ થવાના આરો, 695 નવા કેસ, 11ના મોત
- Gujarat Corona Update - ગુજરાતમાં હારી રહ્યો છે કોરોના, 24 કલાકમાં નોંધાયા 1561 નવા કેસ, રિકવરી રેટ 95.21
ગુજરાત કોરોના અપડેટ: 24 કલાકમાં નોંધાયા 298 નવા કેસ, 5 લોકોના મોત
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 300ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 298 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 935 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,03,122 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 97.78 ટકાએ પહોંચ્યો હતો.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 8,242 એક્ટિવ દર્દી છે, જે પૈકી 209 લોકો વેન્ટિલેટર પર છે અને 8,033 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 8,03,122 લોકો ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં કુલ 10,012 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરતમાં 1, અમરેલીમાં 1 અને અરવલ્લીમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 5 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,18,062 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

