શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 જૂન 2021 (19:37 IST)

Covid 19: પીએમ મોદીની ફ્રંટલાઈન વર્કર્સને ભેટ, લોંચ કરશે Customized Crash Course પ્રોગ્રામ

પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) કોરોના યોદ્ધાઓ (corona warriors) માટે નવી ભેટ લઈને આવવાના છે. 18 જૂનના સવારે 11 વાગે વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા પીએમ Covid-19 ફ્રંટલાઈન વર્કર્સ (Frontline workers) માટે કસ્ટમાઈજ્ડ ક્રેશ કોર્સ (Customized Crash Course) પ્રોગ્રામ લૉન્ચ કરશે. આ પ્રોગ્રામને 26 સ્ટેટસમાં સ્થિત 111 ટ્રેનિંગ સેંટર્સમાં શરૂ કરવામાં આવશે. 
 
ઉલ્લેખની છે કે દેશમાં કોરોના વાયરસ જેવી સ્થિતિ હોવાને કારણે આ કાર્યર્કને વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા કરવામાં આવશે. આ પ્રોગ્રામના દરમિયાન પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધિત પણ કરશે. આ પ્રોગ્રામમાં કૌશલ વિકાસ મંત્રી પણ હાજર રહેશે.  સાથે જ પ્રોગ્રામમાં કોરોના વોરિયર  (corona warrior) ને છ કસ્ટમાઈજ્ડ જૉબ માટે તૈયાર કરવામાં આવશે. 
 
સરકારની આ છે પ્લાનિંગ 
 
આ પ્રોગ્રામને કરવાનો ઉદ્દેશ્ય દેશભરમાં એક લાખથી વધુ કોવિદ યોદ્ધાઓને સ્કિલ પ્રદાન કરવાનો છે. હોમ કેયર સપોર્ટ, બેસિક કેયર સપોર્ટ, એડવાંસ કેયર સપોર્ટ, ઈમરજેંસી કેયર સપોર્ટ, સૈપલ કલેક્શન સપોર્ટ અને મેડિકલ ઈક્વિપમેંટ સપોર્ટ જેવી છ કસ્ટમાઈજ્ડ જોબ માટે કોવિડ યોદ્ધાઓને ટ્રેનિંગ આપવામાં આવશે. 
 
આટલો ખર્ચ કરશે સરકાર 
 
આ પ્રોગ્રામને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0  (Pradhanmantri Kaushal Vikas Yojana 3.0) ના સેંટ્ર કંપૂનેંટ હેઠળ એક વિશેષ પ્રોગ્રામના રૂપમાં તૈયાર કરવામાં આવ્યો છે. જેમા કુલ 276 કરોડ રૂપિયા ખર્ચ આવશે. પ્રોગ્રામમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં જનશક્તિની વર્તમાન અને ભવિષ્યની  જરૂરિયાતની પૂર્ણ કરવા માટે કુશલ નૉન-મેડિકલ હેલ્થ વર્કર્સનુ નિર્માણ કરશે.