શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 13 જૂન 2021 (10:06 IST)

Coronavirus India: દૈનિક કેસમાં ગિરાવટ ચાલૂ, છેલ્લા 24 કલાકમાં દાખલ થયા 80,834 નવા કેસ 3303 મૌત

દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસ હવે ખૂબ ઓછા થઈ ગયા છે. 70 દિવસ પછી દેશમાં કોરોના વાયરસના સૌથી ઓછા દૈનિક કેસ દાખલ કરાયા. પણ આ ખતરનાક વાયરસથી થતા દૈનિક મૌતનો આંકડો અત્યારે પણ ચિંતાજનક છે. અત્યારે સમયમાં કોરોના વાયરસના સારવાર માટે દર્દીઓની વાત કરીએ તો તેની સંખ્યા  11 લાખથી ઓછી થઈ ગઈ છે. કોરોનાના દૈનિક કેસમાં ગિરાવટ આવ્યા પછી પણ ઘણા રાજ્યોમાં લૉકડાઉન અને કોરોના કર્ફ્યુને ચાલૂ રખાયુ છે. ગોવા સરકારએ 21 જૂન સુધી રાજ્યમાં કોરોના કર્ફ્યુ ચાલૂ રાખવાની જાહેરાત કરી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 80834 કેસ સામે આવ્યા છે. જ્યારે આ સમયે ત્રણ હજારથી વધારે લોકોની મોત થઈ છે. 
 
છેલ્લા 24 કલાકમાં 34,84,239 લોકોએ લગાવી વેક્સીન
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની 34,84,239 વેક્સીન લગાવી છે. ત્યારબાદ કુળ વેક્સીનેશનનો આંકડો 25,31,95,048 થયો. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની 34,84,239 વેક્સીન લગાવી. ત્યારબાદ કુલ વેક્સીનેશનનો આંકડો 25,31,95,048 થયો. 
 
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80834 કેસ સામે આવ્યા
દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસ સતત નીચે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 80834 નવા કેસ સામે આવ્યા. જ્યારે 3303 દર્દીઓની મોત થઈ. તેમજ 24 કલાકમાં 1,32,062 દર્દીઓ સાજા થયા અને એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11 લાખથી ઓછી થઈ ગઈ છે.