શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 9 જૂન 2021 (15:39 IST)

પતિ સાથેના વિવાદની ચર્ચા વચ્ચે નુસરત જહાંનો ખુલાસો- જ્યારે લગ્ન જ માન્ય નથી તો તલાક કેમ

બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંની 2019માં બિજનેસમેન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન થયા હતા. નુસરતએ પોતે તેમના લગ્નની ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી હતી પણ હવે એક્ટ્રેસનો કહેવુ છે કે તેમના લગ્ન માન્ય નથી. 
છેલ્લા થોડા સમયથી નુસરત અને નિખિલના વચ્ચે બોલચાલની ખબરો આવી રહી હતી. નિખિલએ જણાવ્યો કે તે 6 મહીનાથી સાથે નથી. આ બધાની વચ્ચે નુસરતની પ્રેગ્નેંસીની ખબરોએ પણ જોર પકડ્યુ. જેના પર નિખિલએ કહ્યુ કે તેને આ વિશે જાણકારી નથી અને નુસરત પ્રેગ્નેંટ છે તો પણ તે બાળક તેમનો નથી. 
 
હવે નુસરતએ આ વાત પર કહ્યુ "એક વિદેશી ધરતી પર હોવાના કારણે તુર્કી રેગુલેશનના મુજબ લગ્ન અમાન્ય છે" તેના સિવાય કારણકે આ એક  Interfaith Marriage (બે ધર્મોના લોકોના વચ્ચે લગ્ન થયા) તેથી તેને  ભારતમાં આ વૈધાનિક માન્યતા આપવાની જરૂર હતી પણ આવુ નથી થયો. 
કાયદાકીય રીતે આ લગ્ન વેલિડ નથી પણ એક રિલેશનશિપ કે પછી લિવ ઈન રિલેશનશિપ છે. તેથી તલાકનો સવાલ ન નહી આવે. 
 
નુસરતએ કહ્યુ- "અમે ઘણા સમય પહેલા જ જુદા થઈ ગયા હતા પણ મે તેના વિશે વાત નથી કરી કારણકે હું મારી પ્રાઈવેટ લાઈફને મારા સુધી જ સીમિત રાખવા ઈચ્છુ છુ" અમારી કથિત લગ્ન કાનૂની રીતે વેધ અને માન્ય નથી અને આ કાનૂનની નજરમાં લગ્ન તો છે જ નહી. 
 
નુસરત અને નિખિલના વચ્ચે તનાવ વધી રહ્યો છે. નિખિલએ કેસ પણ દાખલ કરાવાયો છે કે નુસરત મારા નહી કોઈ બીજાની સાથે રહેવા ઈચ્છે છે. 
 
આ વચ્ચે નુસરતના પૉપુલર એક્ટર યશદાસ ગુપ્તા સાથે અફેયરની ખબરોને પણ હવા મળી રહી છે. ખબર છે કે બન્ને છેલ્લા વર્ષ ડિસેમ્બર રાજસ્થાન ટ્રીપ પર ગયા હતા અહીંથી બન્ને નજીક આવ્યા. 
 
આ આખા બનાવમાં યશદાસ ગુપ્તાની તરફથી કોઈ વાત સામે નથી આવી ખબર હોય કે યશદાસ ગુપ્તા બીજેપી નેતા છે તો નુસરત ટીએમસી સાંસદ છે.