શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 15 જૂન 2021 (12:09 IST)

Covid 19- કોરોના વાયરસની ત્રીજી લહેરને કેવી રીતે કંટ્રોલ કરી શકે છે સરકાર? વિશેષજ્ઞએ જણાવ્યા 7 ઉપાય

કોરોના વાયરસ બીજી લહેર (Second Wave of Covid-19)ના હાહાકાર પછી હવે તેમાં કમી જોવાઈ રહી છે. પણ હેલ્થ એક્સપર્ટસનો કહેવુ છે કે બે-ત્રણ મહીના પછી દેશ કોરોનાની ત્રીજી લહેરથી સંક્રમિત થઈ શકે છે. દેશની 35 ટકા લોકો કોરોનાની ત્રીજી લહેરમાં આવી શકે છે. તેની સાથે આ પણ કહેવાઈ રહ્યુ ક્ફ્હ્હે કે ત્રીજી લહેરનો સૌથી વધારે શિકાર બાળક અને કિશોર થઈ શકે છે. 
 
તેથી સરકાર અત્યારેથી ત્રીજી લહેરથી નિપટવા માટે ઘણા પગલા ઉઠાવી રહી છે. આ વચ્ચે મશહૂર કાર્ડિયકએ દેશમાં કોરોનાથી ત્રીજી લહેરથી બચાવ માટે સાત પગલા જણાવ્યા છે. 
 
1. કેંદ્ર સરકારને જલ્દી થી જલ્દી યોગ્ય કીમત પર ભારતીય અને વિદેશી રસીની ખરીદી કરી લેવી જોઈએ. જેથી વધારેથી વધારે લોકોને વેક્સીનેટ કરી શકાય. અત્યારે ભારતમાં કોવિશીલ્ડ, કોવેક્સીન અને સ્પૂતનિક-V ની ખોરાક અપાઈ રહી છે જ્યારે ફાઈજર અને મૉર્ડનાના જલ્દી ભારત આવવાની આશા છે. ભારત સરકાર દ્વારા પ્રાયોજીત એક વધુ ભારતીય કંપની દ્વારા નિર્મિત એક રસી અત્યારે મોટા ભાગે અમરિકી રસી કરતા વધારે મોંઘુ છે. 
 
2. કેંદ્ર અને રાજ્ય બને સરકારએ પારદર્શી રીતે ફ્રંટલાઈન વર્કસના વચ્ચે રસીની ખરીદ અને વિતરણનો ઉત્તમ કામ કર્યું. હવે જરૂર છે કે રાજ્ય સરકાર સરકારી હોસ્પીટલમાં મફતમાં અને પ્રાઈવેટ હોસ્પીટલ કે ક્લીનિકના લાગત મૂલ્ય પર રસીને વિતરિત કરવું. 
 
3. લોકોને વેક્સીનેશનને લઈને 24X7 સર્વિસ મળવી જોઈએ. લોકો ઘર પર કારની અંદર કે અડધી રાત્રે પણ હોસ્પીટલ પરિસરમાં વેક્સીન લગાવી શકે. તેની વ્યવસ્થા કરવી જોઈએ. 
 
4. કોઈ પણ રસી સરકારી કે પ્રાઈવેટ હોસ્પીટલના ફ્રીજમાં 10 દિવસથી વધારે નહી રાખવી જોઈએ. આ સુનિશ્ચિત કરવુ પણ જરૂરી છે. જો કોઈ હોસ્પીટલ 10 દિવસોમાં તેમના સ્ટૉકનો રસીકરણ કરવામાં સક્ષમ નથી તો તેને બીજાને વહેંચી દેવો જોઈએ. આ રણનીતિ સરકારી હોસ્પીટલની અક્ષમતા અને પ્રાઈવેટ હોસ્પીટલ દ્વારા રસીની જમાખોરીને ખત્મ કરશે. 
 
5. રસીકરણ એક સામુદાયિક સ્તરની બાબત હોવી જોઈએ. તેનાથી આખુ શહેરના ગરીબ લોકોને વગર સરકારની મદદથી વેક્સીન લગાવી શકાશે. 20000 કરોડ રૂપિયા સીએસઆર ફંડને પણ વેક્સીન ખરીદવા કે 
ગરીબોને રસી લગાવવા માટે પ્રાઈવેટ ક્લીનિકને ભુગતાવ કરવા પર ખર્ચ કરી શકાય છે. 
 
6. રાજ્ય સરકાર મોટા અને નાના પ્રાઈવેટ હોસ્પીટલ અને ક્લીનિકોને મફત રસીકરણ માટે શામેલ કરવું. હોસ્પીટલ રસીકરણ માટે આશરે 5% નર્સિંગ સ્ટાફને છોડી શકે છે. સરકારી હોસ્પીટલ માટે આટલા ઓછા વર્કફોર્સની સાથે 75 % જનસંખ્યાનો વેક્સીનેશન ખૂબ મુશ્કેલ થશે. 
 
7. જ્યારે વેક્સીન પૂર્ણ રૂપથી મફતમાં મળશે તો વર્કપ્લેસ, પબ્લિક ટ્રાંસપોર્ટ અને મનોરંજક સુવિધાઓ માટે વેક્સીને સર્ટીફીકેટને ફરજીયાત કરી શકાય છે.