સંબંધિત સમાચાર
- ગુજરાત TAT પ્રીલિમ પરીક્ષાનું પરિણામ જાહેર, રી-ચેકિંગ 18 જૂનથી શરૂ
- શાળાઓમાં કિલ્લોલ: 54 હજાર સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ
- રાજ્યમાં નીતિ આયોગે નબળી શિક્ષણ પ્રણાલીનો પર્દાફાશ કર્યો છે, જેમાં 2,936 શાળાઓના વિદ્યાર્થીઓ ફક્ત એક શિક્ષક પર નિર્ભર
- ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર
- ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2026 : ધોરણ 1 થી 5 માં 11,000 જગ્યાઓ માટે 15 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરાશે
શિક્ષણનો મહાઉત્સવ: CM ભૂપેન્દ્ર પટેલે PM મોદીની વડનગરની શાળામાંથી કરાવ્યો પ્રવેશોત્સવનો પ્રારંભ
Gujarat Education
ગુજરાતમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને બાળકોને આવકારવા માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની 24મી કડીનો આજથી (23 જૂન) ઉત્સાહભેર પ્રારંભ થયો છે. વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલો આ ત્રણ દિવસીય શૈક્ષણિક સેવા યજ્ઞ 25 જૂન સુધી સમગ્ર રાજ્યમાં ઉજવાશે.
કાલે સવારે વહેલા આવી જજો, હોં..
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 22, 2026
આવતીકાલ સવારથી ગુજરાતની હજારો આંગણવાડીઓ અને સરકારી શાળાઓ બાળકોના કિલ્લોલથી ખીલી ઉઠશે. કારણકે, શરૂ થઈ રહ્યો છે - પ્રગતિનો મહોત્સવ - શાળા પ્રવેશોત્સવ.
જ્ઞાનના સથવારે ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે તૈયાર થઈ જજો, હોં..#ShalaPraveshotsav2026 pic.twitter.com/Ihk8jtUiJp
ALSO READ: 48 કલાકમાં વાવાઝોડાની ચેતવણી, આજે 22 રાજ્યોમાં વરસાદની ચેતવણી, દિલ્હી-એનસીઆરમાં ક્યારે વરસાદ પડશે?
મુખ્યમંત્રી દ્વારા વડનગરથી શરૂઆત
આ વર્ષે પ્રવેશોત્સવની રાજ્યવ્યાપી શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરની ઐતિહાસિક B.N. હાઈસ્કૂલથી કરાવી છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. મુખ્યમંત્રી અહીં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1 થી 11 ના કુલ 389 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશે, જ્યારે રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના અડાલજ ખાતેથી આ અભિયાનમાં જોડાશે.
38,400 શાળાઓ અને 28.58 લાખ બાળકો
રાજ્ય સરકારના આયોજન પ્રમાણે ગુજરાતની 38,400 સરકારી શાળાઓમાં આ ત્રણ દિવસ દરમિયાન અંદાજે 28 લાખ 58 હજારથી વધુ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. વય મર્યાદાના નિયમો અનુસાર લાયક બાળકોને બાલવાટિકા તેમજ ધોરણ-1, ધોરણ-9 અને ધોરણ-11 માં પ્રવેશ આપીને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવશે.
465 મહાનુભાવો દ્વારા શાળાઓની મુલાકાત
આ મોટા ગજાના શૈક્ષણિક અભિયાનને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી, મંત્રીઓ, રાજકીય પદાધિકારીઓ સહિત IAS, IPS અને IFS કક્ષાના ૪૬૫ જેટલા ઉચ્ચ અધિકારીઓ મેદાને ઉતર્યા છે. આ તમામ મહાનુભાવો દરરોજ ત્રણ-ત્રણ શાળાઓની વ્યક્તિગત મુલાકાત લઈને બાળકોનો ઉત્સાહ વધારશે.
શિક્ષણ અને સુવિધાઓની સમીક્ષા
આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ માત્ર બાળકોના નામાંકન પૂરતો સીમિત નથી, પરંતુ મુલાકાતે આવેલા મહાનુભાવો શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા, ભૌતિક સુવિધાઓ અને સંસાધનોની સમીક્ષા પણ કરશે. આ ઉપરાંત, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC), વાલીઓ અને સ્થાનિક ગ્રામજનો સાથે બેઠક યોજીને ગ્રામીણ કક્ષાએ શિક્ષણ સુધારણા અંગે ચર્ચા કરવામાં આવશે.
