સંબંધિત સમાચાર
- હાઈકોર્ટનો મોટો નિર્ણય, ત્રીજા બાળકને 'પ્રસૂતિ રજા' નહીં મળે
- ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, આગામી ત્રણ દિવસમાં ફરી વરસશે
- જનમદિવસ પર માતાએ મોદીને પોતાના હાથે લાપસી ખવડાવી અને શુકનના રૂ.501 આપ્યા
- સુરતમાં પોલીસનું નવું નજરાણું પેનિક બટન સિસ્ટમ- જાણો શું છે આ સિસ્ટમ
- PM Modiના 69મા બર્થડે માતા હીરાબા સાથે ભોજન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ગ્લાસ કંપનીમાં ટોળાએ 6 સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો, 3નાં મોત
દક્ષિણ ગુજરાતના ભરુચ જિલ્લામાં પીજી ગ્લાસ તરીકે ઓળખાતી કંપનીમાં અજાણ્યા લોકોના ટોળાએ સિક્યુરિટી ગાર્ડી પર હૂમલો કર્યો હતો. આ હૂમલામાં ત્રણ જણના મોત નિપજ્યાં છે. ભરુચ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉટિયાદરા ગામની શ્રીજી ગ્લાસ કંપનીમાં મંગળવારે મોડી રાત્રે 40 જેટલા અજાણ્યા શખ્સો ધૂસી ગયા હતા. અને 6 જેટલા સિક્યુરિટી ગાર્ડને બાંધીને માર માર્યો હતો. જેમાં બે સિક્યુરિટી ગાર્ડના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા 4 સિક્યુરિટી ગાર્ડ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ એક સિક્યુરિટી ગાર્ડનું મોત નિપજ્યું હતું. હાલ 3 સિક્યુરિટી ગાર્ડ સારવાર હેઠળ છે, જે પૈકી 2 સિક્યુરિટી ગાર્ડની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 40 જેટલા લોકો લૂંટના ઇરાદે કંપનીમાં ઘૂસ્યા હોવાની શંકા સેવાઇ રહી છે. જોકે પોલીસે આ મામલે કંપનીની આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી અને અને સારવાર લઇ રહેલા સિક્યુરિટી ગાર્ડના નિવેદન પણ લેવામાં આવશે.
