સંબંધિત સમાચાર
- જનમદિવસ પર માતાએ મોદીને પોતાના હાથે લાપસી ખવડાવી અને શુકનના રૂ.501 આપ્યા
- સુરતમાં પોલીસનું નવું નજરાણું પેનિક બટન સિસ્ટમ- જાણો શું છે આ સિસ્ટમ
- PM Modiના 69મા બર્થડે માતા હીરાબા સાથે ભોજન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
- દંડ ટાળવા માટે લોકોની આશ્ચર્યજનક વાર્તાઓ
- PM Modiના 69મા બર્થડે પર તેમના ફેનએ સંકટ મોચન મંદિરમાં ચઢાવ્યુ 1.25 કિલો સોનાનો મુકુટ
ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, આગામી ત્રણ દિવસમાં ફરી વરસશે
આજથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ફરી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં હાલમાં વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં ફરી સામાન્યથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
એવી જ રીતે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ જિલ્લાના અલગઅલગ વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે.
તેમજ ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.
મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
