સંબંધિત સમાચાર
- Karnataka: જાણીતા વાસ્તુ શાસ્ત્રી ચંદ્રશેખર ગુરૂજીનુ મર્ડર, ચપ્પુ મારતા હત્યારા CCTV માં થયા કેદ
- એક્ટિવા સાથે યુવક પડ્યો ભુવામા, CCTVમાં કેદ થઈ ઘટના
- મોપેડસવાર પિતા-પુત્રી પર ટ્રક ફરી વળી: CCTV
- 2 વર્ષના માસૂમને કેયર ટેકરે આપતી હતી થર્ડ ડિગ્રી ટોર્ચર, CCTV ફુટેજ જોઈને આંસુ આવી જશે
- Delhi Crime: દિલ્હીમાં સ્પાઈડર મેન' ચોરની હરકતો CCTV કેમેરામાં કેદ , ફૂટેજ જોઈને તમે પણ ચોંકી જશો
કાલથી ગુજરાતમાં આ નિયમનો અમલ
નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે નિર્ણયમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા એક મહત્વનો નિર્ણય કર્યો છે. જાહેર સ્થળો-મોટી સંખ્યામાં લોકોની અવર-જવર વાળા સ્થળો સાથે હવે એક જ સમયે 1 હજારથી વધુ લોકો ભેગા થતા હોય કે દિવસ દરમ્યાન 1 હજાર લોકોની અવર-જવર હોય તેવી સંસ્થાઓએ CCTV કેમેરા લગાવવાના રહેશે.
તેમજ 30 દિવસના CCTV ફૂટેજ સાચવવા પડશે. જાહેર સલામતિ સમિતિ દ્વારા ભલામણ કરાયેલા પગલાં 6 મહિનાની અંદર સંબંધિત સંસ્થાઓએ ગોઠવવાના રહેશે. .
રાજ્ય સરકારે નાગરિકો પણ સુરક્ષા અને સલામતી કરવાના હેતુથી ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-2022નો સોમવાર 1 ઓગસ્ટ-2022થી અમલ કરવાનો નિર્ણય કર્યો છે. આ 8 મહાનગરમાં અમલ કરાશેઆ અધિનિયમ પ્રથમ તબક્કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ 8 મહાનગરોમાં અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
