મંગળવાર, 2 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 જૂન 2022 (17:58 IST)

મોપેડસવાર પિતા-પુત્રી પર ટ્રક ફરી વળી: CCTV

surat
સુરતથી એક અકસ્માતમાં પિતા-પુત્રીને ગંભીર ઇજા થતાં પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે પિતા ગુરજીભાઈને ગંભીર ઇજા થતાં સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 
સુરતમા વાલોડમાં એક અકસ્માતમાં એક પુત્રી અને પિતા બાઈકમાં પેટ્રોલ પંપ પરત જવા ટર્ન લેતા મોપેડને પાછળથી આવતી એક ટ્રકે અડફેડે લીધા. મોપેડ  જઈ રહેલી યુવતી 25 ફૂટ સુધી ટ્રક નીચે ઢસડાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેની હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત થઈ છે જ્યારે પિતાની હાલત નાજુક છે. 
 
યુવતી ધામોદલાની ઉમરપાડામાં પ્રોફેસર હતી. પોલીસસૂત્રો પાસે મળતી માહિતી મુજબ, વાલોડ તાલુકાના ધામોદલા ગામના ગુરજીભાઈ અને દીકરી સ્નેહલતા પોતાનું મોપેડ (GJ-26-AD-0423) લઈને જઇ રહ્યા હતા. ત્યારે વાંસકૂઈ ગામની સીમમાં પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા માટે ટર્ન લીધો ત્યારે પાછળથી આવતી ટ્રક (GJ-03-CL-8341)ના ચાલકે મોપેડને અડફેટે લીધું હતું.