સંબંધિત સમાચાર
- જૂનાગઢ જિલ્લામાં ઓન-ધ-સ્પોટ રસીકરણની છુટ, વોક ઇન નોંધણી કરાવી શકશે
- IRCTCનું પેકેજ- દેશના અન્ય રાજ્યોના લોકો ગુજરાતના ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરી શકે તે માટે રેલવે દ્વારા ખાસ ટુરિસ્ટ પેકેજ જાહેર કરાયું
- ટેક્સી ચાલકો પણ રીક્ષા ચાલકોના આંદોલનમાં સામેલ થયાં, રાજ્યભરના રીક્ષા ચાલકો 15 નવેમ્બરથી 36 કલાકની હડતાળ કરશે
- સમગ્ર રાજ્યમાં 36 કલાક સુધી 15 લાખથી વધુ રીક્ષાઓના પૈડાં થંભી જશે
- દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીક રૂપિયા 350 કરોડનું 66 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, પોલીસે એક શખ્સની કરી ધરપકડ
જૂનાગઢ જિલ્લામાં ૯ સેન્ટરો પર લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી
ખેડૂતોને મગફળીના પુરતા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવે છે. જેમાં આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે કુલ ૩૩૦૪૩ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં આજે લાભપાંચમથી માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તા.૧ થી ૩૧ ઓક્ટોબર સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં કુલ ૩૩૦૪૩ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. જૂનાગઢ જિલ્લાના તાલુકા કક્ષાના ૯ સેન્ટરો પર આજે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.
આજે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ છે. જેમાં પ્રથમ દિવસે ૧૦ ખેડૂતોને એસ.એમ.એસ થી જાણ કરી ખરીદી માટે બોલાવ્યા છે. તાલુકા કક્ષાના માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી થતી હોવાથી ખેડૂતોના ભાડા ખર્ચમાં પણ ઘટાડો થશે અને ટેકાના ભાવે મગફળી મણના રૂ.૧,૧૧૦નો ભાવ મળી રહ્યા છે. આથી ખેડૂતો ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા પોતાની મગફળી લાવી રહ્યા છે.
