શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 નવેમ્બર 2021 (14:30 IST)

IRCTCનું પેકેજ- દેશના અન્ય રાજ્યોના લોકો ગુજરાતના ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરી શકે તે માટે રેલવે દ્વારા ખાસ ટુરિસ્ટ પેકેજ જાહેર કરાયું

ગુજરાત આવવા માટે દક્ષિણ ભારતના વિજયવાડા અને વિશાખાપટ્ટનમથી ટ્રેન ઉપડશે
સોમનાથ, દ્વારકા, અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસન સ્થળોને આવરી લેવાયા
 
કોરોના ઓસરતાં જ પ્રવાસન સ્થળો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ રેલવે તરફથી અનેક પ્રકારના ટુરિસ્ટ પેકેજ આપવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી રેલવે તરફથી ગુજરાત માટે કોઈ ખાસ પેકેજ જાહેર નથી કર્યું. પરંતુ હવે અવળી ગંગા જોવા મળી રહી છે. બીજા રાજ્યોના પ્રવાસીઓ માટે ગુજરાતના ધાર્મિક તથા અન્ય પ્રવાસન સ્થળો માટે રેલવે દ્વારા એક નવું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ભારતના વિજયવાડા અને વિશાખાપટ્ટનમથી ગુજરાત દર્શન માટેનું ખાસ પેકેજ રેલવે દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 
 
રેલવેની સમગ્ર ટુર 10 દિવસની રહેશે
રેલવેના ડેપ્યુટી જનરલ મેનેજર કિશોર સત્યાએ કહ્યું હતું કે રેલવે વિભાગે ગુજરાતના ધાર્મિક સ્થળોના પ્રવાસ માટે વિશેષ ટુરિસ્ટ ટ્રેન શરૂ કરી છે. આ ટ્રેન વિજયવાડા અને વિશાખાપટ્ટનમથી ઉપડશે. 10 દિવસ દિવસનું આ ટુર પેકેજ આગામી 28 નવેમ્બરથી શરૂ થશે. આ પેકેજમાં રેલવેમાં સ્લીપર ક્લાસ અને થ્રી ટાયર AC કોચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટુર પેકેજમાં સોમનાથ, દ્વારકા, અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસન સ્થળોને આવરી લેવામાં આવ્યાં છે. આ પ્રવાસન સ્થળોની મુલાકાત લેનારા ટુરિસ્ટો એલ્લુરુ, વિજયવાડા, રાજામુંદ્રી, સમાલકોટ, તુની અને વિશાખાપટ્ટનમથી ટ્રેનમાં બેસી શકશે.
 
આ પ્રમાણેની સુવિધાઓ મુસાફરોને અપાશે
રેલવે દ્વારા આ ટુર માટે 10 દિવસ માટે 10 હજાર 400 રૂપિયા સ્લીપર ક્લાસ અને 17 હજાર 330 રૂપિયા થ્રી ટાયર AC કોચ માટેનો ટીકિટ દર નક્કી કર્યો છે. તે ઉપરાંત રાત્રિ રોકાણ માટે હોલ, લૉજ, ડોરમેટરીમાં સમૂહમાં રહેવાનું રહેશે. કમ્ફર્ટ કેટેગરીના બજેટમાં ( થ્રી ટાયર AC કોચ) હોટેલમાં રોકાનારને સવારે ફ્રેશ થવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે ઉપરાંત તમામ મુસાફરોને સવારની ચા કોફી, નાશ્તો, બપોરનું ભોજન, રાત્રિનું ભોજન અને એક લીટરની પાણીની બોટલ આપવામાં આવશે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળક માટે કોઈ ભાડું નથી પરંતુ ૫ વર્ષથી વધારે ઉંમરના બાળક માટે સંપૂર્ણ ભાડું રહેશે. 18 કે તેથી વધુ વય જૂથના મહેમાનો માટે કોવિડ રસીકરણ (સંપૂર્ણ માત્રા) ફરજિયાત છે.
 
બોર્ડિંગ પોઈન્ટ્સ: 
વિજયવાડા, એલ્લુરુ, રાજામુન્દ્રી, સમલકોટ, તુની, વિશાખાપટ્ટનમ, વિઝિયાનગરમ, શ્રીકાકુલમ રોડ, પલાસા, બ્રહ્મપુર, ગંજમ, બાલુગાંવ, ખુર્દા રોડ, ભુવનેશ્વર, કટક, તાલચેર રોડ, અંગુલ, સંબલપુર, ઝારસુગુડા, રાજપુર, બિલાસપુર ગોંદિયા અને નાગપુર
 
ડી-બોર્ડિંગ પોઈન્ટ્સ: 
નાગપુર, ગોંદિયા, રાજનાંદગાંવ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા, સંબલપુર, અંગુલ, તાલચેર રોડ, કટક, ભુવનેશ્વર, ખુર્દા રાઓડ, બાલુગાંવ, ગંજમ, બ્રહ્મપુર, પલાસા, શ્રીકાકુલમ રોડ, વિઝિયાનાગ્રામ, વિશાખાપટ્ટનમ, તુલા રાજામુન્દ્રી , એલુરુ, વિજયવાડા
 
વાઈબ્રન્ટ ગુજરાત પેકેજની વિગતો
ટ્રેનની તારીખ: 28 નવેમ્બર
ટ્રેન પ્રસ્થાનઃ વિજયવાડા – 12:00 કલાક
પ્રતિ વ્યક્તિ ટેરિફ: (જીએસટી સહિત)
સ્ટાન્ડર્ડ : રૂ.10,400
કમ્ફર્ટ : રૂ.17,330