ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 10 નવેમ્બર 2021 (11:06 IST)

દ્વારકાથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો

રાજ્યમાંથી ફરી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી છે. ગુજરાત જાણે ડ્રગ્સ હેરાફેરીનું કેન્દ્ર બની રહ્યું છે તેવુ ચોક્કસ લાગી રહ્યું છે. મુંદ્રામાં ઝડપાયેલા  કરોડોના બાદ આજે દેવભૂમિ દ્વારકામાંથી 66 કિલોથી વધુ જથ્થો મળ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગુજરાત ATSએ આંતરરાષ્ટ્રીય બજારમાં 300 કરોડ કરતા વધુ કિંમતના ડ્રગ્સના જથ્થાને દ્વારકાના આરાધના ધામ પાસેથી ઝડપી પાડ્યો છે. સમુદ્ર રસ્તેથી ફરીથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું કૌભાંડ પ્રાથમિક માહિતી પ્રમાણે લાગી રહ્યું છે.