1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 10 નવેમ્બર 2021 (12:37 IST)

સિંઘુ બોર્ડર પર ખેડૂતનો મૃતદેહ - લીમડાના ઝાડ પર એક ખેડૂતનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો

Farmer's body found on Singhu border
બુધવારે સોનીપતમાં કુંડલી સિંઘુ બોર્ડર પર પ્રદર્શનમાં સામેલ એક ખેડૂતનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. મૃતક ખેડૂતનું નામ ગુરપ્રીત સિંહ જણાવવામાં આવી રહ્યું છે. તે પંજાબના ફતેહગઢ સાહિબનો રહેવાસી હતો.
 
ગુરપ્રીત સિંહ ફતેહગઢ સાહિબના અમરોહના રૂડકી ગામનો રહેવાસી હતો. તે BKU (ભારતીય કિસાન યુનિયન) સિદ્ધપુર સાથે જોડાયેલ હતો. જો કે, હજી સુધી તેની હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા તે જાણી શકાયું નથી. 
 
કુંડલી બોર્ડર પર સુશાંત સિટી પાસે લીમડાના ઝાડ પર એક ખેડૂતનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. મૃતક ખેડૂત ભારતીય કિસાન યુનિયન અને સંયુક્ત કિસાન મોરચાના અગ્રણી નેતા જગજીત સિંહ દલ્લેવાલના સંગઠનના સભ્ય હતા.