બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 14 નવેમ્બર 2021 (13:12 IST)

ટેક્સી ચાલકો પણ રીક્ષા ચાલકોના આંદોલનમાં સામેલ થયાં, રાજ્યભરના રીક્ષા ચાલકો 15 નવેમ્બરથી 36 કલાકની હડતાળ કરશે

રાજ્યભરમાં 15 લાખ રીક્ષાના પૈડા થંભી જવાનો રિક્ષા ચાલક સમિતિએ દાવો કર્યો, CNGના ભાવમાં ઘટાડો કરવા સહિત આર્થિક સહાય આપી રીક્ષા ભાડું વધારવાની માંગ CNGના ભાવ વધારાને લઈને રીક્ષાચાલકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી રીક્ષા ચાલક યુનિયનના પ્રતિનિધિઓ તથા ટેક્સી ચાલક પ્રતિનિધિઓ બેઠક યોજવાના છે. અમદાવાદ ખાતે યોજાનાર આ બેઠકમાં હવે ટેક્સી ચાલકો પણ રિક્ષા ચાલકોના આંદોલનમાં સામેલ થયા છે.  આ બેઠકમાં આવનાર દિવસોમાં CNGના ભાવ વધારા સામે કેવી રીતે લડત આપવી તે અંગે ચર્ચા કરવામાં આવશે અગાઉ રિક્ષાચાલકો આગામી 15મી અને 16મી નવેમ્બરે રાજ્ય વ્યાપી હડતાળનું એલાન કરી ચૂક્યા છે.
 
રાજ્યભરના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ કરશે, પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGનો પણ ભાવ વધારો લોકોની કમર ભાંગી રહ્યો છે. CNG ના ભાવ વધારા સામે હવે ગુજરાતના રીક્ષા ચાલકો લડી લેવાના મૂડમાં આવી ગયા છે. 15 અને 16 નવેમ્બરે ગુજરાતના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ પર ઉતરશે. રાજ્યભરમાં રીક્ષાચાલકો CNG ના ભાવવધારના વિરોધમાં 14 તારીખે કાળીપટ્ટી બાંધી વિરોધ નોંધાવશે. 15 અને 16 તારીખે રાજ્યભરના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ કરશે. રાજ્યભરમાં 15 લાખ રીક્ષાના પૈડા થંભી જવાનો રિક્ષા ચાલક સમિતિએ દાવો કર્યો છે. 
 
કાળી પટ્ટી બાંધી રિક્ષાચાલકો વિરોધ નોંધાવશે આવતીકાલે રાજ્યભરના જુદા જુદા રીક્ષાચાલક યુનિયનોની બેઠક મળશે. તો 12 તારીખે રીક્ષા ચાલક યુનિયન રાજ્યપાલને આવેદન પત્ર આપી રજૂઆત કરશે. ત્યારે બાદ 14 નવેમ્બરે કાળી પટ્ટી બાંધી રિક્ષાચાલકો વિરોધ નોંધાવશે. CNGના ભાવમાં ઘટાડો કરવા સહિત આર્થિક સહાય આપી રીક્ષા ભાડું વધારવાની માંગ કરી છે. થોડા દિવસ પહેલા મંત્રી પૂર્ણેશ મોદી સાથે બેઠક યોજાયી હતી. જેમાં બેથી ત્રણ વ્યક્તને બોલાવી ભાવ વધારો મંજૂર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા છે. જેથી હવે 18 રૂપિયાથી વધારી મિનિમમ ભાડું 
20 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી રહી છે. સાથે પેટ્રોલ-ડીઝલમાં વેટનો ઘટાડો કર્યો તેવી જ રીતે CNG ના ભાવમાં પણ વેટ ઘટાડી રાહત આપવાની માંગ રીક્ષા ચાલકોએ 
કરી છે.