1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 19 જૂન 2021 (10:29 IST)

જૂનાગઢ જિલ્લામાં ઓન-ધ-સ્પોટ રસીકરણની છુટ, વોક ઇન નોંધણી કરાવી શકશે

કોરોના રસીકરણના અભિયાનને લઇને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના અન્ય જિલ્લાની સાથે જૂનાગઢ જિલ્લામાં ઓન-ધ-સ્પોટ રસીકરણની છુટ આપી દેવામાં આવી છે. લોકોને ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં પડતી મુશ્કેલીને લઇને લોકો હવે સીએસસી, હેલ્પલાઇન નંબર, ઓન સાઇટ અને વોક ઇન નોંધણી કરાવી રસી લઇ શકશે.
 
ઉપરાંત રસીકરણની સેવાઓથી કોઇ વંચિત ન રહે તે હેતુસર આરોગ્ય વિભાગના કર્મચારીઓ ફિલ્ડ લેવલના કાર્યકરો સહયોગી બનવા સાથે અન્ય વિભાગ અને સ્થાનિક આગેવાનો સ્વયંસેવકોનો પણ રસીકરણ માટે સમાવેશ કરી શકાશે.
 
જૂનાગઢ જિલ્લામાં દરેક પ્રકારના સામાજીક, આર્થિક, શૈક્ષિણક અથવા ભૌગોલિક પરિબળોને ધ્યાને રાખી રસીકરણ ડ્રાઇવ થકી બધા જ એલીજિબલ લાભાર્થીઓને રસી આપવામાં આવી રહી છે. જિલ્લામાં રસીકરણનો વ્યાપ વધે તે માટે લાભાર્થીઓને ડિઝીટલ સાક્ષરતા ન હોય, ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ ન હોય, રજીસ્ટ્રેશન અને એપોઇમેન્ટ બુક કરવા માટે કોવીડ પોર્ટલનો ઉપયોગ કરવામાં તકલીફ પડતી હોય તેવા લાભાર્થીઓ માટે ઓન-સાઇટ અથવા વોક ઇન નોંધણી, સામાન્ય સેવા કેન્દ્ર(સીએસસી) દ્વારા સહાય નોંધણી, ૧૦૭૫ હેલ્પલાઇન/કોલ સેન્ટર દ્વારા સહાયક નોંધણી કરાશે. 
 
સ્પષ્ટ ઓળખકાર્ડ નથી તેમને રસીકરણની સુવિધા માટે સ્પેશ્યિલ સેશન, વૃદ્વો અને ડીફ્રન્ટલી એબલ્ડ લોકો માટે ઘરની નજીકના રસીકરણ માટે સ્પેશિયલ સેશન સુવિધા અપાશે.ઉપરાંત લોકોને પ્રથમ ડોઝ પછી સૂચવેલા સમયગાળામાં રસીકરણનો બીજો ડોઝ મળી રહે તે બીજા ડોઝ માટે રસીકરણ સ્લોટ અનામત રાખવાની સુવિધા આપવામાં આવશે.
 
દુરના અને અંતરીયાળ વિસ્તારોમાં રહેતા લાભાર્થીઓને રસીકરણ માટે મોબીલાઇઝ કરવા જિલ્લા/કોર્પોરેશન કક્ષાના એડમિનીસ્ટ્રેશન, સંયુક્ત સેવા કેન્દ્ર, કેન્દ્ર અને રાજ્ય હેલ્પ લાઇન/કોલ સેન્ટર, નજીકના સંગઠન વગેરે સાથે સંકળાયેલા લાભાર્થીઓનું રજીરસ્ટ્રેશન અને રસીકરણ માટે કોવીડના ઉપયોગ થકી રસીકરણ અનિવાર્ય રહેશે. રસીકરણની સેવાઓથી કોઇ વંચિત ન રહે તે હેતુસર આરોગ્ય વિભાગના કર્મચારીઓ ફિલ્ડ લેવલના કાર્યકરો, અન્ય વિભાગ અને સ્થાનિક આગેવાનો સ્વયસેવકો પણ આ કાર્ય માટે સમાવેશ કરી શકાશે.