1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Kevadiya Cruse

પ્રવાસીઓ હવે કેવડિયાથી મધ્યપ્રદેશના રાજઘાટ સુઘી કૃઝમાં સફર કરી શકશે

Cruse
મધ્યપ્રદેશ સરકાર દ્વારા નર્મદા બંધના ઉપરવાસમાં રાજઘાટથી કેવડિયા સુધી ક્રૂઝ ચાલશે. આ પ્રવાસનું પેકેજ 3 દિવસ 2 રાત્રિનું રહેશે. આ રૂટમાં આવતા ગામોમાં પણ પ્રવાસીઓને મુલાકાતે લઈ જવામાં આવશે. અંદાજે 6 થી 8 મહિનામાં શરૂ થાય તેવી શક્યતા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર લોકો માટે ક્રૂઝની આ સફર રોમાંચક બનશે.ભાસ્કરની ટીમે બોટ મારફતે નર્મદામાં રાજઘાટથી કેવડિયા સુધી 3 રાજ્યોના 5 જિલ્લામાં 150 કિમીની સફર કરી હતી. પ્રોજેક્ટના કમાન્ડર રાજેન્દ્ર નિગમે જણાવ્યું હતું કે, પ્રવાસ 3 દિવસ અને 2 રાત્રિનો રહેશે. ક્રુઝમાં છ રૂમ હશે અને 24 લોકો મુસાફરી કરી શકશે. તેમાં મનોરંજન હોલ, આદિવાસી નૃત્ય, લંચ-ડિનરની સુવિધા હશે. બડવાણીથી રાજઘાટ કાર મારફતે ગયા. બોટને રસ્તા નજીક મંગાવી તેમાં બેઠા. લગભગ અડધો કિમી સુધી ગયા પછી બોટના ચાલકે કહ્યું કે, હવે આ મુખ્ય નદી આવી. બંને બાજુ નજરે પડતા ગામો પણ હવે અદ્રશ્ય થઈ ગયા હતા. સતત 100 કિમી સુધી ચાલ્યા પણ ક્યાંય કિનારો મળ્યો નહોતો, ન તો કોઈ ખાવાની વસ્તુ મળી, ન મોબાઈલ નેટવર્ક મળ્યું ન તો લાઈટ દેખાઈ. માત્ર બેટરીની લાઈટના સહારે માછીમારી માટે જાળ નાંખી રહેલા સ્થાનિક લોકો નજરે પડ્યા હતા. આ માર્ગ પર 100 થી વધુ ટાપુઓ અને પાંચ મુખ્ય વળાંક છે.
 
 
આગળનો લેખ
બજેટ 2020 - નિર્મલા સીતારમણે 2 કલાક 40 મિનિટ બોલીને બનાવ્યો સૌથી લાંબા બજેટ ભાષણનો રેકોર્ડ