શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 31 જાન્યુઆરી 2020 (16:16 IST)

ચીનમાંથી ગુજરાતીઓને લાવવા 2 ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરાઈ- નીતિન પટેલ

ચીનમાં કોરોના વાઈરસે કહેર વર્તાવ્યો છે ત્યારે ત્યાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા સરકાર ચિંતિત છે. અમદાવાદ બીજે મેડિકલ કોલેજના એક કાર્યક્રમ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા માટે 2 ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસનો ફેલાવો ચીન સહિત વિશ્વના અન્ય 17 દેશોમાં જોવા મળ્યો છે,પરંતુ ગુજરાતમાં કોરોના વાઈરસનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. નીતિન પટેલ વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર કોરોના વાઈરસ બાબતે ખૂબ ચિંતિત છે. ચીનથી આવતા તમામ લોકોનું એરપોર્ટ પર સ્ક્રિનિંગ કરવામાં આવે છે. ચીનમાં ભણતા એકેય ગુજરાતી વિદ્યાર્થીઓને ઈન્ફેક્શન થયું નથી. વિદેશ વિભાગ ચીન સાથે સતત સંપર્કમાં છે. ચીનમાં વસતા ભારતીયો પૈકી જેટલા પરત આવવા માંગે છે તેમને પરત લવાશે.