શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 જાન્યુઆરી 2020 (16:03 IST)

ચીનથી 43 વિદ્યાર્થીઓને ગુજરાતમાં પરત લાવવામાં આવ્યાં

આરોગ્ય વિભાગની માહિતી પ્રમાણે કુલ 43 મુસાફરોને ચીનથી ગુજરાત પરત લાવવામાં આવ્યા છે. મુસાફરોની તબિયત સારી છે. તમામને જિલ્લાના સર્વેલન્સ અધિકારી તેમજ કોર્પોરેશન સર્વેલન્સ અધિકારી દ્વારા દૈનિક ધોરણે મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર ચાઈના, હોંગકોંગ, સીંગાપુર, થાઈલેન્ડ, જાપાન અને સાઉથ કોરિયાની આવતાં મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. તેમજ વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર હેલ્થ એલર્ટ ડિસ્પ્લે કરવામાં આવશે.
સરકારની સુચના અનુસાર, અમદાવાદ એરપોર્ટ પર ચાઈના, હોંગકોંગ, સીંગાપુર, થાઈલેન્ડ, જાપાન અને સાઉથ કોરિયા દેશમાંથી આવતાં મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. સ્ક્રીનીંગ માટે અમદાવાદ એરપોર્ટ પર ટર્મિનલ- 2 પર 24x7 એક ડોક્ટર તેમજ બે પેરા મેડિકલ સ્ટાફ સાથેની મેડિકલ ટીમ પ્રતિનિયુક્ત કરવામાં આવી છે. મેડિકલ ટીમની સાથે થર્મલ સ્કેનર, પી.પી.ઈ.કીટ, એન-94 માસ્ક, થ્રી લેયર માસ્ક, ઓક્સિજન, ઈમરજન્સી દવાઓ તથા સેલ્ફ ડિક્લેરેશન અંગેના ફોર્મ રાખવામાં આવ્યાં છે. ઉપરાંત 24 કલાક એડવાન્સ લાઈફ સપોર્ટ સાથેની એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટ ખાતે ટર્મિનલ 1 તેમજ વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર પણ હેલ્થ એલર્ટ ડિસ્પ્લે ઉપલબ્ધ છે. કોરોના વાયરસ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં અધતન સાધનો અને દવા સાથેનો આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યાં છે. વીકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કક્ષાનાં અધિકારીઓ સાથે આ રોગની સમીક્ષા કરવામાં આવે છે. આઈ.એમ.એ.નાં સહકારથી તમામ ખાનગી ડોકટરોને સેન્સેટાઈઝ કરવામાં આવેલ છે.