શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 10 જાન્યુઆરી 2020 (11:15 IST)

દિલ્હી બાદ હવે વડોદરામાંથી ISISનો આતંકવાદી ઝડપાયો, 'ગુપ્ત મિશન' પર કરી રહ્યો હતો કામ

ગુજરાતના વડોદરા પાસેથી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ આતંકવાદી સંગઠન આઇએસઆઇએસના એક આતંકવાદીની ધરપકડ કરી છે. પકડાયેલા આતંકવાદીનું નામ જફર અલી છે અને તે તમિલનાડુનો રહેવાસી છે. તે વડોદરાની આસપાસ રહીને બેસ બનાવવાની તૈયારી કરી રહ્યો હતો. આ પહેલાં જ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે રાષ્ટ્રીય રાજધાનીમાં આઇએસઆઇએસ (ISIS)ના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. જફર અલીને એટીએસ અને વડોદરા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં પકડવામાં આવ્યો છે.  
 
વડોદરાના ગોરવા વિસ્તારમાંથી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા આઇએસઆઇના આતંકવાદી ઝફર અલીની ધરપકડ કરવામાં આવી છે. ઝફર વડોદરા નજીક ભરૂચ જિલ્લાના કેટલાક ગામોમાં સ્લીપર સેલ તૈયાર કરી રહ્યો હતો. તમિલનાડુના રહેવાસી ઝફરને એજન્સીની ગુપ્ત માહિતીના આધારે પકડી પાડવામાં આવ્યો છે.  
 
એટીએસે કહ્યું હતું કે તે ગુજરાતમાં કથિત રીતે આઇએસનું મોડ્યૂલ શરૂ કરવાની યોજના બનાવી રહ્યો હતો. એટીએસની સહયોગી એજન્સી પાસેથી સૂચના મળી હતી કે હત્યાના કેસમાં સામેલ છ લોકો તમિલનાડુના પોતાના ઘરેથી ભાગી ગયા છે. તે 'ગુપ્ત મિશન' પર અન્ય રાજ્યોમાં ગયા છે અને તેમને 'જિહાદ કરવા વિશે વાત કરતાં સાંભળવામાં આવ્યા હતા.અ સૂચનામાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિ આઇએસના સમર્થક છે અને એકદમ કટ્ટર છે. આશંકા હતી કે આ લોકો કોઇ આતંકી કૃત્યમાં સામેલ હોઇ શકે છે.
 
કહેવામાં આવ્યું હતું કે ઝફર અલીને ટેકનિકલ દેખરેખ અને સાથીઓની મદદથી પકડવામાં આવ્યો હતો. તે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વાર તપાસ કરવામાં આવી રહેલા એક કેસમાં પણ સામેલ છે અને તેને જલદી તેમને સોંપી દેવામાં આવશે.

ગુજરાત એટીએસના અધિકારીએ જણાવ્યું હતુંક એ ધરપકડ કરવામાં આવેલા આરોપીનું નામ ઝફલ અલી મોહંમદ હલીક છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 10-12 દિવસથી વડદોરામાં હતો અને તેને શહેરમાં આઇએસઆઇએસ મોડ્યૂલને ફેલાવવાનું હતું. જફર તમિલનાડુના કુડ્ડલોર જિલ્લાનો રહેવાસી હતો. તેને ગોરવા વિસ્તારના પંચવટી સર્કલ પાસે વડોદરા પોલીસ અને એટીએસના સંયુક્ત અભિયાન હેઠળ પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે એટીએસ અને સ્થાનિક પોલીસને ઝફર વડોદરામાં હોવાની ગુપ્ત માહિતી મળી હતી. તે 6 સંદિગ્ધ લોકો સાથે કેટલાક દિવસોથી ગાયબ હતો. અમદાવાદ એટીસ ધરપકડ આરોપીઓ સાથે પૂછપરછ કરી રહી છે.