1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી આરતી સંગ્રહ
  4. gauri vrat aarti in gujarati lyrics

ગૌરી વ્રતની આરતી

gauri vrat
ગૌરી વ્રતની આરતી  Gauri vrat aarti in gujarati lyrics

ઉતારો આરતી રે ગોરમાં ધરે આવ્યાં
શંકર સહિત માંડી ગોરમાં ધરે આવ્યાં 
હરખને હુલામણે ગોરમાં ધરે આવ્યાં 
ઝીણા ઝીણા ચોખલીયે ને મોતીડે રે વધાવ્યાં રે. 
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં 

કંકુ ને ગુલાલે ગોરમાં ધરે આવ્યાં 
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
રુમઝુમ કરતા રુમઝુમ કરતા ગોરમાં ધરે આવ્યાં 
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
ઝીણા ઝીણા ચોખલીયે ને મોતીડે રે વધાવ્યાં રે 

ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
કંકુ ને કેસરીયે ગોરમાં ધરે આવ્યાં 
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
ઝાઝમને ઝામકારે માંડી ગોરમાં ધરે આવ્યાં
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં 
ઝીણા ઝીણા ચોખલીયે ને મોતીડે રે વધાવ્યાં રે 

 
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં 
શ્રી ગોર માતા કી જય 
આવાહનો,યજન વર્ણન 
અગ્નિહોમ, મૉપણો તુંજ
 
વિસર્જન આદિ દેવી 
મે મોહમુગ્ધ બનતા અપરાધ આવો 
કીધો ક્ષમા સરવ એ કરજો જ દેવી 
 
ये भी पढ़ें
Maa Ashapura Vrat Vidhi- મા આશાપુરા વ્રતની વિધિ