મંગળવાર, 8 જુલાઈ 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી આરતી સંગ્રહ
Written By
Last Modified: સોમવાર, 7 જુલાઈ 2025 (16:29 IST)

જીવંતિકા માં ની આરતી

જીવંતિકા માં ની આરતી
 
જય  જીવંતિકા, મા  જીવંતિકા જગદંબા ગાયત્રી (2) ગાવું તવ કવિતા 
જય જય  જીવંતિકામા 
 
બ્રાહ્મણી કેરા બાળની રક્ષા તે કીધી, મા રક્ષા તે કીધી
આપ્યું રાજસિહાસન (૨) સુખ સંપત્તિ કીધી, જય જય જીવંતિકા... 
વણિક કેરા બાળક જીવતા તે રાખ્યા મા જીવતા તે રાખ્યા 

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

લેખ વિધિના પળમાં (૨) બદલી તે નાંખ્યા જય જય જીવંતિકા 
બાળક મારાં બંને માતાજી સંભાળે હા, મા તું સાંભળે
દેશ અને પરદેશ, અંધારે અજવાળે જય જય જીવંતિકા
મારી આ વિનંતી કાને માતા ધરો હા કાને માતા ધરજો
મંગલમયી, સુખદાયી (૨) મારું દુઃખ હરો જય જય જીવંતિકા...