બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 31 જાન્યુઆરી 2020 (15:08 IST)

મોરબીના બે વિદ્યાર્થી ચીનથી પરત ફર્યા, માતા-પિતાની આંખમાંથી સરી પડ્યા હર્ષના આંસુ

ચાઈનામાં હાલ કોરોના વાયરસનો હાહાકાર છે જેથી કરીને ભારતના તમામ વિદ્યાર્થીઓ સહિતનાને સલામત રીતે પરત લાવવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીથી ચાઈનામાં મેડીકલનો અભ્યાસ કરવા માટે ગયેલ બે વિદ્યાર્થીઓને સાંસદની મદદથી હેમખેમ પરત ફરતા મોરબી લઇ આવવામાં આવ્યા છે. જેથી કરીને બન્ને વિદ્યાર્થીઓના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.
 
ચાઈનામાં મેડીકલનો અભ્યાસ કરવા માટે જુદાજુદા દેશમાંથી વિદ્યાર્થીઓ આવે છે. ત્યારે મોરબીના રહેવાસી પાર્થ વ્યાસ અને મિલન ડાંગર પણ ચાઈનામાં નાન્ચંગ શહેરમાં આવેલી જીઆનક્ષી યુનીવર્સીટી ઓફ ટ્રેડીશનલ ચાઇનીઝ મેડીસીનમાં અભ્યાસ કરતા હતા. એવામાં ચાઈનામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હતો અને દિવસેને દિવસે દુકાનો, કેન્ટીન વગેરે બંધ થવા લાગ્યું હતું. જેથી ચાઈનામાં વિદ્યાર્થીઓ તેમજ ભારતમાં તેમના વાલીઓની ચિંતા વધી ગઈ હતી.
 
પહેલા ચાઈનાના એક જ સેન્ટર તરફ કોરોનાની અસર હતી જો કે છેલ્લા દિવસોમાં મોરબીના બન્ને વિદ્યાર્થીઓ જ્યાં રહેતા હતા. તે નાન્ચંગ શહેરમાં કોરોનાના કેસ સામે આવ્યા હતા અને બે વ્યક્તિના મોત થયા હતા. જેથી કરીને બન્ને વિદ્યાર્થીઓના વાલીઓની ચિંતા વધી ગઈ હતી. વિદ્યાર્થીને પાછા લાવવા માટે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાની મદદ લેવામાં આવી હતી અને આજે બંને વિદ્યાર્થી હેમખેમ મોરબી આવી ગયા છે. જો કે હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ ચાઈનામાં છે તેને પરાસ્ત લાવવા માટે સરકારે કાર્યવાહી કરવાની જરૂર છે.  
 
સ્વ્વાભાવિક રીતે આવો ભયંકર રોગાચાળો જે જયાએ હોય ત્યાં સંતાનો ફસાયેલા હોય તો માતા પિતાને ચિંતા થાય પરંતુ મોરબીના બંને વિદ્યાર્થીઓ સલામત રીતે ભારત પરત લાવવા જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, સાંસદ મોહનભાઈ કુંડારીયાએ ચીનના બેઇજીંગમાં ભારતીય એમ્બેસેડરને પત્ર લખ્યો હતો અને આજે બંને વિદ્યાર્થીઓને ઘરે પરત આવી ગયા છે. ત્યારે તેના માતા પિતાની આંખમાંથી હર્ષના આંસુ સારી પડ્યા હતા અને પાર્થના મમ્મીએ તો હજુ પણ જેટલા ભારતના વિદ્યાર્થી ચાઈનામાં છે. તેને પરત લાવવાની સરકાર પાસે માંગ કરી છે.
 
મોરબીના સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓની મદદથી આજે મોરબીના બે વિદ્યાર્થીઓ તો ચાઈનાથી સલામત રીતે મોરબી પાછા આવી ગયા છે. જો કે, ભારત સરકારે ચાઈનાના ભારતીય દુતાવાસનો સંપર્ક કરીને હજુ પણ જેટલા વિદ્યાર્થીઓ ચાઈનામાં છે. તેને વહેલામાં વહેલી તકે ભારત લઇ આવવા જોઈએ તેવી આ બન્ને વિદ્યાર્થીઓના વાલીઓએ સરકારને અપીલ કરેલી છે.