શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 1 ફેબ્રુઆરી 2020 (13:28 IST)

ગુજરાતમાંથી ચાઈનાના પ્રવાસ ધડાધડ રદ થવા લાગ્યા: મ્યાનમારને અસર

ચાઈનામાં જે કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે તે વચ્ચે ગુજરાત અને ચીન વચ્ચેના ગાઢ વ્યાપારી કામકાજને મોટી અસર મહત્વની છે. ગુજરાતમાંથી દર મહિને ઓછામાં ઓછા 2500 વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ ચાઈનાના પ્રવાસે જાય છે અને ચીનના વેપારીઓ પણ દર મહીને 3000થી વધુ આવે છે. હાલમાં કોરોનાના ભયથી આ પ્રવાસ આયોજનો ધડાધડ રદ થવા લાગ્યા છે અને હવે બે-ત્રણ માસ બાદ સ્થિતિ પર આ પ્રવાસના આયોજન થશે. અમદાવાદના ગામેન્ટ વધારી ભરત રામચદાની વર્ષમાં બે-ત્રણ ટ્રીપ ચાઈનાની કરે છે. તેઓને તા.20ની ટિકીટ બુક હતી પણ તે હવે કેન્સલ કર્યા છે. ચાઈના સાથે ગુજરાત ટેક્ષટાઈમ- ગારમેન્ટ- ટાઈલ્સ- કમીકલ તથા ઓટો પાર્ટસનો સારો બીઝનેસ છે. મોટાભાગના ટ્રાવેલ એજન્ટોને ચીનના બુકીંગ રદ થવા લાગ્યા છે. ચીનને 11 જેટલા શહેરો સીલ થયા છે જેની આ શહેરો સાથેના વ્યાપાર વ્યવહાર તદન બંધ છે. નવા શિપમેન્ટ અટકાવ્યા છે અને પેમેન્ટ કટોકટી પણ દેખાવા લાગી છે.