સંબંધિત સમાચાર
- Rajkot News - રાજકોટમાં દલિત સમાજ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા બંધ પળાવવામાં આવ્યો
- હું કોંગ્રેસમાં જોડાવાનો નથી, જિજ્ઞેશ મેવાણીનો ખુલાસો
- અમરેલીમાં દલિત સમાજનાં 200 પરિવારોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો
- President Election - દલિત સમાજના રામનાથ બન્યા રાષ્ટ્રપતિ પદના એનડીએ ઉમેદવાર
- ગુજરાતી નિબંધ - ડા. બાબા સાહેબ આંબેડકર
દલિત સમાજના યુવાને બ્લેડથી પોતાના હાથની નસ કાપી, બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કર્યું તિલક
એટ્રોસિટી એક્ટ મુદ્દે હાલમાં જ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં આજે દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. જેને લઇ ગુજરાતમાં પણ ઠેર-ઠેર બંધની અસર જોવા મળી રહી છે. અમદાવાદના ચાંદખેડા, ગોમતીપુર, વાસણા, ચાંદલોડિયા, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન યોજાઇ રહ્યાં છે. જેને લઇને એએમટીએસની બસોના રૂટ બંધ કરવામાં આવ્યા છે જ્યારે કેટલાક રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.બંધના પગલે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે અને ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા હતા. બંધના સમર્થનમાં સારંગપુર ખાતે આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. જ્યાં એક દલિત સમાજના યુવાને બ્લેડ વળે પોતાના હાથની નસ કાપી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તિલક કર્યું હતું. બીજી તરફ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ટાયરો સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. ચાંદલોડીયમાં ટોળાએ બસો અટકાવી દીધી છે. બંધના પગલે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
