President Election - દલિત સમાજના રામનાથ બન્યા રાષ્ટ્રપતિ પદના એનડીએ ઉમેદવાર
ભારતીય જનતા પાર્ટીની સંસદીય બોર્ડની મીટિંગ પુરી થઈ ગઈ છે. બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદને એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. કોવિંદના નામની જાહેરાત બીજીપી અમિત શાહે કરી.
રામનાથ કોવિંદ દલિત સમાજમાંથી આવે છે. તેઓ મૂળ રૂપે કાનપુર, ઉત્તરપ્રદેશના છે. તેઓ છેલ્લા 3 વર્ષથી બિહારના રાજ્યપાલના રૂપમાં કામ કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ પદ માટે દલિત સમાજમાંથી આવે છે. તેઓ મૂળ રૂપે કાનપુર, ઉત્તર પ્રદેશના છે. તેઓ છેલ્લા 3 વર્ષથી બિહારના રાજ્યપાલના રૂપમાં કામ કરી રહ્યા છે.
માહિતી મુજબ રામનાથ કોવિંદ 23 જૂનના રોજ નામાંકન કરશે. એક પ્રેસ કૉન્ફરેંસમાં અમિત શાહે કહ્યુ, એનડીએના બધા સહયોગીઓની સાથે ચર્ચા પછી રામનાથ કોવિંદનુ નામ નક્કી કરવામાં આવ્યુ છે. એવુ બતાવાય રહ્યુ છે કે રામનાથ બીજેપી અનુસૂચિત મોરચાના અધ્યક્ષ પણ રહ્યા છે.
ઉપરાષ્ટ્રપતિના નામની ચર્ચા નહી
શાહે બતાવ્યુ કે હાલ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારનુ નામ નક્કી નથી કરવામાં આવ્યુ. શાહે કહ્યુ, કોવિંદ દલિત સમાજના નેતા છે જે ખૂબ સંઘર્ષ કરી આ મુકામ સુધી પહોંચ્યા છે.
કોણ છે રામનાથ કોવિંદ
કોવિંદ સંઘના કદાવર નેતા રહ્યા છે. તેઓ જજ સાથે અનેક લીગલ પદ પર કામ કરી ચુક્યા છે. બે વાર રાજ્યસભાથી સાંસદ પણ રહી ચુક્યા છે. મોદી સરકારે ત્રણ અર્ષ પહેલા તેમને બિહારના રાજ્યપાલ બનાવ્યા છે.