1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 2 એપ્રિલ 2018 (17:31 IST)

જાણો શુ છે SC-ST એક્ટ, દલિતોના સન્માનની રક્ષા કરે છે આ કાયદો.. સુપ્રીમ કોર્ટે કર્યો આ ફેરફાર

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિરોધક)અધિનિયમ, 1989 મતલબ SC-ST એક્ટને લઈને તાજેતરમાં સુપ્રીમ કોર્ટે માન્યુ કે આ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને ત્યારબાદ કોર્ટે દિશા-નિર્દેશ ચાલુ કરી દીધા. ત્યારબાદ અનેક દલિત સંગઠનોમાં રોષ ઉભો થઈ ગયો છે. અહી સુધી કે રાજનિતિક દળ પણ આના પર રાજનીતિ કરવાની કોઈ તક નથી છોડી રહ્યુ. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી વિપક્ષે દબાણ બન્યુ જ્યાર પછી કેન્દ્ર સરકારે રિવ્યૂ પિટીશન દાખલ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી 2 એપ્રિલના રોજ અનેક દલિત સંગઠનોએ ભારત બંધનુ એલાન આપ્યુ.  એ દરમિયાન અનેક રાજ્યોમાં જોરદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. અનેક સ્થાન પર પ્રદર્શન હિંસક પણ થઈ ગયુ છે. 
જાણો શુ છે આ એક્ટ - અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિરોધક) અધિનિયમ 11 સપ્ટેમ્બર 1989ના રોજ પસાર થયો જેને 30 જાન્યુઆરી 1990થી જમ્મુ-કાશ્મીર સિવાયના સમગ્ર ભારતમાં લાગૂ કરવામાં આવ્યો. આ અધિનિયમ એ દરેક વ્યક્તિ પર લાગૂ થાય છે જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્ય નથી અને એ વ્યક્તિ આ વર્ગના સભ્યોનુ ઉત્પીડન કરે છે. આ અધિનિયમમાં 5 અધ્યાય અને 23 ધારાઓ છે. આ એક્ટનો ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિયો અને જનજાતિયોના વ્યક્તિઓ વિરુદ્ધ થઈ રહેલ અપરાધ માટે અપરાધ કરનારાઓને દંડિત કરવાનો છે. આ એ જાતિયોના પીડિતોને વિશેષ સુરક્ષા અને અધિકાર આપે છે. આ કાયદા હેઠળ વિશેષ કોર્ટ બનાવવામાં આવે છે જે આવા કેસના તરત જ નિર્ણય આપે છે.  આ કાયદો એ વર્ગના સન્માન, સ્વાભિમાન, ઉત્થાન અને તેમના હિતોને રક્ષા માટે તેમના વિરુદ્ધ થઈ રહેલ અપરાધોને રોકવા માટે છે. 
 
આ એક્ટ હેઠળ આવનારા અપરાધ - અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિયોના સભ્યો વિરુદ્ધ થનારા ક્રૂર અને અપમાનજનક અપરાધ, જેવા તેમને બળજબરી પૂર્વક મળ મૂત્ર વગેરે ખવડાવવુ. 
- તેમનો સામાજીક બહિષ્કાર કરવો 
- અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના સભ્ય સાથે વેપાર કરવાની ના પાડવી 
- આ વર્ગના સભ્યોને કામ ના આપવી કે નોકરી પર ન રાખવા. 
- શારીરિક નુકશાન પહોંચાડવુ કે તેમના ઘરના આસપાસના પરિવારમાં તેમને અપમાનિત કરવા કે ક્ષુબ્ધ કરવાના ઈરાદાથી કચરો, મળ કે મૃત પશુનુ શબ ફેંકવુ. 
- બળપૂર્વક કપડા ઉતારવા કે ઉઘાડો કરીને કે તેના ચેહરા પર પેંટ કરીને તેમને સાર્વજનિક રીતે બહાર ફેરવવા 
- ગેરકાયદેસર રીતે ખેતી કાપી લેવી. ખેતી ખેડી લેવી કે એ ભૂમિ પર કબજો કરી લેવો  
- ભીખ માંગવા માટે મજબૂર કરવા કે બંધુઆ મજૂરના રૂપમાં રહેવા માટ મજબૂર કરવુ. 
- મતદાન ન આપવા દેવો કે કોઈ ખાસ ઉમેદવારને મતદાન માટે મજબૂર કરવા. 
- મહિલાનુ તેની ઈચ્છા વિરુદ્ધ કે બળપૂર્વક યૌન શોષણ કરવુ. 
- ઉપયોગમાં લેવાતા જળાશય કે જળ સ્ત્રોતોને ગંદા કરી દેવા અથવા અનુપયોગી બનાવી દેવુ. 
- સાર્વજનિક સ્થાન પર જતા રોકવા 
- તેમનુ મકાન કે રહેઠાણ છોડવા મજબૂર કરવુ. 
-આ અધિનિયમમાં આવા 20થી વધુ કૃત્ય અપરાધની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. 
આ અપરાધો માટે દોષી સાબિત થતા લોકોને 6 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ છે. આ સાથે જ ક્રૂરતાપૂર્વક હત્યાના અપરાધ માટે મૃત્યુદંડની સજાની પણ જોગવાઈ છે. જો કોઈ સરકારી કર્મચારી/અધિકારી જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનો સભ્ય નથી જો તે જાણી જોઈને  આ અધિનિયમનુ પાલન કરવામાં બેદરકારી કરે છે તો તેને 6 મહિનાથી એક વર્ષની સજા થઈ શકે છે. 
 
સરકારી અધિકારીઓએ આ કાયદા હ એઠળ આ કર્તવ્યોનુ પાલન કરવુ પડશે. 
- FIR નોંધવી પડશે. 
- સહી લેતા પહેલા પોલીસ મથકમાં આપેલ નિવેદનને વાંચીને સંભળાવવુ પડશે. 
- માહિતી આપનારા વ્યક્તિનુ નિવેદનની કોપી લેવી 
- પીડિત કે સાક્ષીનુ નિવેદન રેકોર્ડ કરવુ 
- FIR નોંધવાના 60 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવી. 
 
હવે સુપ્રીમ કોર્ટે આપ્યા આ દિશા-નિર્દેશ 
 
સર્વોચ્ચ ન્યાયાલયે 20 માર્ચના રોજ આપેલ પોતાના આદેશમાં કહ્યુ કે આ અધિનિયમ હેઠળ આરોપીઓની ધરપકડ અનિવાર્ય નથી અને પ્રથમ દ્રષ્ટિએ તપાસ અને સંબંધિત અધિકરીઓની  અનુમતિ પછી જ કઠોર કાર્યવાહી કરી શકાય છે.  જો પ્રથમ દ્દ્રષ્ટિએ મામલો નથી બનતો તો અગ્રિમ જામીન આપતા સંપૂર્ણ રીતે પ્રતિબંધ નથી. એફઆઈઆર નોંધાવ્યા પછી આરોપીની તત્કાલ ધરપકડ નહી થાય.  આ પહેલા આરોપોની ડીએસપી સ્તર પર અધિકરી તપાસ થશે.  જો કોઈ સરકારી કર્મચારી અધિનિયમનો દુરુપયોગ કરે છે તો તેની ધરપકડ માટે વિભાગીય અધિકારીની અનુમતિ જરૂરી રહેશે.  જો કોઈ સામાન્ય માણસ પર આ એક્ટ હેઠળ કેસ નોંધાય છે તો પણ તરત જ ધરપકડ નહી થાય. તેની ધરપકડ માટે એસપી અથવા એસએસપીની મંજુરી લેવી પડશે.