ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 એપ્રિલ 2018 (16:10 IST)

અમદાવાદ પોલીસ મફત બીયર આપી રહી છે... વધુ જાણવા ક્લિક કરો

અપ્રિલના પ્રારંભે વોટ્સએપ। ફેસબુક અને ટ્વીટર લોકો દ્વારા એપ્રિલ ફૂલ બનાવવા જાતજાતના કીમિયા કરે છે ત્યારે જ્યાં દારૂબંધીની વાતો કરતી અને દારૂ સામે કડક  કાર્યવાહી કરતી ગુજરાત પોલીસે પણ દારૂ અને બીયરના શોખીનો માટે પોતાના ઓફીસીઅલ ટ્વીટર પર એક જાહેરાત કરી છે અને લોકોને ચોકાવી દીધા હતા


અને  લોકોને એકવાર અકિલા માટે તો વિચારમાં મૂકી દીધા હતા. અમદાવાદ પોલીસના ઓફીસીઅલ ટ્વીટર અમદાવાદ પોલીસના આઈ ડી પર એવું ટ્વીટ કરવામાં આવ્યું  છે કે જે કોઈ ને બીયર મફતમાં જોઈતું હોય તો તે શહેરના પોલીસ હેડ ક્વાટર ખાતે  રાત્રે 8 વાગ્યા સુધી આવી શકે છે અને તેને ત્યાંથી મફતમાં  બીયર મળી રેહશે. પણ આ માત્ર આજે પેહલી અપ્રિલ હોવાથી આ અપ્રિલ ફૂલ છે. અમદાવાદ પોલીસના આ ઓફીસીઅલ પેજ પર આ જાહેરાતના મેસેજ પર ક્લિક કરવામાં  આવતા તરત જ ફરી મેસેજ આવે છે કે હે યુ અપ્રિલ ફૂલ સપને મેં ભી કભી સોચના મત.