રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 30 માર્ચ 2018 (12:16 IST)

Anand News- આણંદ લવજેહાદ: આરોપીએ પોલીસ મથક સામે જ દવા ગટગટાવી

આંકલાવ તાલુકાના કોસીન્દ્રા ગામે દલીત યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી મુસ્લિ આધેડે તેની સાથે વારંવાર દુર્ષ્કમ આચરયું હતું, જે અંગે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.તેથી આરોપીએ પોલીસ થકની સામે જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને ત્વરીત સારવાર માટે બોરસદની હોસ્પિટલમાં ખસેડાયા છે. આંકલાવના કોસીન્દ્રા ગામની દલીત સગીર યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી

યુવતી પર દુર્ષ્કમ ગુજારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે સગીરાએ આંકલાવ પોલીસ મથકે ઇસુબભાઇ ઉમરભાઉ મલેક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથધરી હતી. જેથી આરોપી ઇસુભ મલેકે પોલીસ મથકની સામે જઇને મારી વિરૂધ્ધ ખોટી ફરિયાદ પોલીસે નોંધાવી છે તેમ કહી પોતાની સાથે લાવેલી ઝેરીદવાની બોટલમાંથી ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં પોલીસે ચોંકી ઉઠી હતી અને તેને ત્વરીત સારવાર માટે બોરસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે જાણવા જોગ નોંધ લઇને તપાસ હાથધરી છે.