શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 માર્ચ 2018 (15:18 IST)

વડોદરાના પ્રદેશ યુવા ભાજપ ઉપપ્રમુખના સાંસદ સામે ભ્રષ્ટાચારના આક્ષેપથી સર્જાયો વિવાદ

પ્રદેશ ભાજપ યુવા મોર્ચાના ઉપપ્રમુખ વિકાસ દુબેએ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સામે હિટલરશાહી અને ભ્રષ્ટાચારના આક્ષેપ કરતી પોસ્ટ કરતા વિવાદ સર્જાયો છે. જો કે વિવાદીત પોસ્ટ કર્યા બાદ બે કલાકમાં વિકાસ દુબેએ રંજનબેનની માફી માંગતી પોસ્ટ પણ કરી હતી. વિકાસ દુબેની આ પોસ્ટથી વડોદરા ભાજપમાં ચાલી રહેલી આંતરિક જૂથ બંધી સામે આવી ગઇ છે અને આ મામલે વડોદરાનું રાજકારણ ગરમાઇ ગયુ છે. પ્રદેશ ભાજપ યુવા મોર્ચાના ઉપપ્રમુખ વિકાસ દુબેએ વડોદરા શહેર ભાજપ પ્રમુખ અને સાંસદ રંજનબેન ભટ્ટ સામે હિટલરશાહી અને ભ્રષ્ટાચારનો આરોપ મુકતી પોસ્ટ શોશ્યલ મીડિયામાં કરી હતી.

વિકાસ દુબએ કરેલી પોસ્ટમાં લખ્યુ હતુ કે, 'વડોદરા શહેર ભાજપ પ્રમુખ અને સાંસદની હિટલરશાહી અને ભ્રષ્ટાચારની સામે એક જન આંદોલન. મારો નિર્ણય...' આ પોસ્ટ લખ્યાના બે કલાકમાં જ વિકાસ દુબેએ 'સોરી રંજનબેન ભટ્ટ'ની પોસ્ટ કરી હતી. વિકાસ દુબેની આ પોસ્ટને કારણે વડોદરા ભાજપમાં વિવાદ છેડાયો છે. અને ભાજપની આંતરિક જૂથબંધી પણ સામે આવી ગઇ છે.